શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 9 ડિસેમ્બર 2023 (12:48 IST)

24 વર્ષની આ પ્રખ્યાત અભિનેત્રીનું હાર્ટ એટેકથી અવસાન

Lakshmika Sajeevan
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ અભિનેત્રી લક્ષ્મિકા સજીવનનું 24 વર્ષની વયે અવસાન થયું. આ સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જબરદસ્ત આંચકો લાગ્યો છે. સાઉથ ઈન્ડસ્ટ્રીની યુવા અભિનેત્રી લક્ષ્મિકા સજીવન તેની અભિનય કુશળતા માટે જાણીતી હતી. લક્ષ્મિકા સજીવને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. લક્ષ્મિકા સજીવનના નિધનના સમાચારથી મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે.
 
લક્ષ્મિકા સજીવનનું નિધન
લક્ષ્મિકા સજીવનનું શુક્રવારે સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં અવસાન થયું. અભિનેત્રીનું અચાનક હૃદયરોગના હુમલાથી અવસાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે શારજાહની એક બેંકમાં કોઈ કામ માટે ગઈ હતી. લક્ષ્મિકા સજીવને મલયાલમ શોર્ટ ફિલ્મ 'કક્કા'થી નામના મેળવી હતી.  જેમાં તેણે પંચમીની મુખ્ય ભૂમિકા ભજવીને સૌના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મમાં તેના કામને દર્શકોએ ખૂબ વખાણ્યું હતું. લક્ષ્મિકા સજીવનની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેણે સૂર્યાસ્તની એક સુંદર તસવીર શેર કરી, જેમાં તેના ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
 
લક્ષ્મિકા સજીવનની ફિલ્મ જોવાલાયક હતી
લક્ષ્મિકા લાઈવ એક્શન ફિલ્મ 'કક્કા'માં ગરીબ છોકરીની ભૂમિકા ભજવવા માટે જાણીતી હતી. ફિલ્મમાં તેના પાત્રને ઘાટા રંગ અને મોટા દાંત સાથે બતાવવામાં આવ્યું હતું. 'કક્કા'નું નિર્દેશન અજુ અજીશે કર્યું હતું. આ ફિલ્મમાં લક્ષ્મીકા સજીવન ઉપરાંત ગંગા સુરેન્દ્રન, સતીશ અંબાડી, શ્રીલા નલેદમ અને વિપિન નીલ પણ હતા. ફિલ્મને OTT પર 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. ફિલ્મ 'કક્કા' 14 એપ્રિલ, 2021ના રોજ રીલિઝ થઈ હતી.
 
લક્ષ્મીકા સજીવન વિશે
લક્ષ્મિકા સજીવને 'પુઝયમ્મા', 'પંચવર્ણથા', 'સાઉદી વેલાક્કા', 'ઉયારે', 'ઓરુ કુટ્ટનાદન બ્લોગ', 'ઓરુ યમંદન પ્રેમકથા' અને 'નિત્યાહરિથા નાયગન' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રી છેલ્લે પ્રશાંત બી મોલીકલ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'કૂન'માં જોવા મળી હતી. ફિલ્મ 'પુજ્યામ્મા'માં દેવયાનીની ટીચરની ભૂમિકા માટે પણ તેને લોકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. તે 2021 માં રિલીઝ થઈ હતી અને તેનું નિર્દેશન વિજેશ મણિ દ્વારા કરવામાં આવ્યું હતું.