1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 26 જૂન 2024 (12:07 IST)

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

Rajamouli  Shabana
Rajamouli Shabana

એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એંડ સાયંસેજે તાજેતરમાં જ એલાન કર્યુ છે કે એકેડમીએ 487 નવા સભ્યોને તેમા સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યુ છે. જો આ નવા સભ્ય આ ઈનવાઈટને સ્વીકાર કરે છે તો એકેડમીની સદસ્યતા વધીને 10,910 થઈ જશે અને તેમાથી 9,934 વોટ આપવા યોગ્ય રહેશે. એકેડમીએ જે નવા 487 નવા સભ્યોને સામેલ કર્યા છે તેમા 11 ભારરીય દિગ્ગજનો પણ સમાવેશ છે. લિસ્ટમાં માર્ચ 2022માં રજુ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ આરઆરઆરના નિર્દેશક રાજામૌલી, બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી અને રિતેશ સિધવાની જેવા ચર્ચિત નામનો સમાવેશ છે. જેને એકેડમીના નવા સભ્યોના રૂપમાં જોડવામાં આવ્યા છે.  
 
નવા સભ્યોમાં 19 વિજેતાઓ પણ સામેલ 
મંગળવારે ઓસ્કર પુરસ્કાર પાછળના ઓર્ગેનાઈજેશને એલાન કર્યુ છે કે તેમને અનેક ભારતીય ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોને પણ આ લિસ્ટમાં સામેલ કર્યા છે. ઓર્ગેનાઈજેશને જાહેરાત કરી છે કે તેમને રિપ્રિજેંટ્શન, ઈંક્લૂજન અને સમાનતાના પ્રત્યે સતત પ્રતિબદ્દતાની સાથે પ્રોફેશનલ ક્વાલિફિકેશન ના આધાર પર નવા સભ્યોને પસંદ કર્યા છે. આ વર્ષે નવા સભ્યોમાં 19 વિજેતાઓ પણ સામેલ છે. 
 
આ 11 ભારતીયોને મોકલ્યુ છે ઈનવાઈટ 
એકેડમીના નવા સભ્યોના રૂપમાં 11 સભ્ય ભારતીય ફિલ્મ ઈંડસ્ટ્રીના જોડાયેલા છે. તેમા દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી, આરઆરઆર ના નિર્દેશક એસએસ રાજામૌલી, વિલેજ રૉકસ્ટાર્સ ડાયરેક્ટર રીમા દાસ, આરઆરઆર કી કોસ્ટ્યૂમ ડિઝાઈનર રામા રાજામૌલી, ગંગુબાઈ કાઠિયાવાડીની કોસ્ચ્યુમ ડિઝાઈનર શીતલ શર્મા, ટુ કિલ અ ટાઈગર ડિરેક્ટર નિશા પાહુજા, ગલી બોયના સહ-નિર્દેશક રિતેશ સિધવાણી, અમ્ન્ગ ધ બીલીવર્સ ડિરેક્ટર હેમલ ત્રિવેદી જેવા પ્રખ્યાત નામોનો સમાવેશ થાય છે.
 
2023માં સામેલ થયેલા નવા સભ્યોની સંખ્યા 
આ ઉપરાંત સિનેમેટોગ્રાફર રવિ વર્મન, આનંદ કુમાર અને ગિતેશ પાંડ્યાના નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ પહેલા 2023માં એકેડમીએ 398 નવા સભ્યો જોડાયા હતા