સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 15 જૂન 2021 (08:24 IST)

આખા શરીર પર માટી લગાવીને તડકામાં બેસી ઉર્વશી રૌતેલા, લોકો બોલ્યા - OMG આ શુ છે

ઉર્વશી રૌતેલા પોતાની સુંદરતાને કાયમ રાખવા માટે અનેક પ્રકારનુ જતન કરે છે. તાજેતરમાં તેણે ઈંસ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી છે. જેમા તે આખા શરીર પર માટી લગાવેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉર્વશી મદ બાથ લઈ  રહી છે અને તેણે આના ફાયદા પણ બતાવ્યા છે. તેમના ફેંસ આ પોસ્ટ પર મજેદાર કમેંટ્સ કરી રહ્યા છે. 
 
મડ બાથની હિસ્ટ્રી બતાવી 
 
ઉર્વશી રૌતેલાએ તસ્વીર સાથે લખ્યુ છે, મરો ફેવરિટ મડ બાથ સ્પા/મડ થેરપી 
 
ક્લિયોપેટ્રા એ જૂની હતી જેને મડ બાથ પસંદ હતુ, મોર્ડન ફેંસમાં હુ સામેલ છુ.  બેલેરીક બીચની લાલ માટીનો આનંદ લઈ રહી છુ. એવુ કહેવાતુ હતુ કે રોમન પ્રેમની દેવી તેને કાચના રૂપમાં ઉપયોગમાં લેતી હતી. આ મિનરલ-રિચ માટી હોય છે જેને સ્કિન માટે થેરાપ્યુટિક અને સારુ માનવામાં આવે છે. 
 
શુ છે ફાયદા બતાવ્યા 
 
ઉર્વશીએ મડ બાથનાં ફાયદાઓનો પણ બતાવ્યા અને લખ્યુ, આ ડિટોક્સિફાઇ કરે છે, અશુદ્ધિઓને દૂર કરે છે, સ્કિનને સોફ્ટ બનાવે છે, સર્કુલેશન વધારે છે અને  પીડામાં રાહત આપે છે. ઉર્વશીના ફેંસે હાર્ટ અને લિટ ઈમોજી બનાવી છે. બીજી બાજુ તેમના એક ફૈને લખ્યુ છે, છોકરાઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે. 
 
ફિટનેસનુ પણ રાખે છે ધ્યાન 
ઉર્વશી રૌતેલા પોતાની બ્યુટી સાથે ફિટનેસનુ પણ ખૂબ ધ્યાન રાખે છે. તેણે પોતાના વર્કઆઉટના અનેક વીડિયોઝ ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યા છે. એક વીડિયોમાં તે પેટ પર મુક્કા ખાતી  જોવા મળી રહી છે. બીજી બાજુ પંચિત બેગ સાથે ઉંઘી લટકીને મહેનત કરતી જોવા મળી રહી છે.