મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 6 માર્ચ 2018 (23:11 IST)

બોલીવુડના 'શમ્મી આન્ટી' ઉર્ફ નરગિસ રબાડીનું નિધન, મુંબઈમાં થઈ અંતિમક્રિયા

બોલીવુડમાં શમ્મી આન્ટીના નામથી પ્રખ્યાત એક્ટ્રેસનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. 1931માં મુંબઈમાં જન્મેલા શમ્મી આન્ટીનું અસલ નામ નરગિસ રબાડી હતું. તેમણે 200થી વધારે હિન્દી ફિલ્મોમાં અલગ અલગ રોલ કર્યા છે., તેઓ 87 વર્ષના હતા.
શમ્મીના ફિલ્મી નામે જાણીતાં આ અભિનેત્રી પારસી કોમનાં હતા. આજે અહીં જોગેશ્વરી સ્મશાનભૂમિ ખાતે એમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. એ વખતે આશા પારેખ, ફરિદા જલાલ, બોમન ઈરાની, ફરાહ ખાન, અન્નુ કપૂર, પ્રિયા દત્ત સહિત અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.
શમ્મીએ ફિલ્મોમાં તેમજ ટીવી સિરિયલોમાં માસી-કાકી, દાદીમા, નાનીમા, પરિવારનાં મોટી ઉંમરના સ્ત્રી વગેરે પ્રકારની સહાયક ભૂમિકાઓ કરી હતી. એ મોટે ભાગે રમૂજી રોલ કરતા હતા. એમણે જેમાં અભિનય કર્યો હતો એવી ફિલ્મોના નામ છે – કુલી નંબર 1, મર્દોવાલી બાત, શિરીન ફરહાદ કી તો નિકલ પડી વગેરે. શમ્મીએ દેખ ભાઈ દેખ, ઝબાન સંભાલ કે, શ્રીમાન શ્રીમતી, કભી યે કભી વો, ફિલ્મી ચક્કર જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.