1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 15 ડિસેમ્બર 2021 (11:04 IST)

વિકી જૈનની દુલ્હન બનેલી અંકિતા લોખંડેએ પોતાના લગ્નની ખાસ તસવીરો શેયર કરી, લખ્યું- મિસ્ટર અને મિસિસ જૈન

Vicky Jain's bride Ankita Lokhande
ટીવી શો 'પવિત્ર રિશ્તા' ફેમ અંકિતા લોખંડે આખરે તેના બોયફ્રેન્ડ વિકી જૈન સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. બોયફ્રેન્ડ વિકીની દુલ્હન બન્યા બાદ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્નની કેટલીક ખાસ તસવીરો શેર કરી હતી અને તેના ચાહકોને જણાવ્યું હતું કે તે હવે સત્તાવાર રીતે શ્રીમતી બની ગઈ છે.

અંકિતાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેના પર તેના ફેન્સની સાથે સાથે ટીવી સ્ટાર્સ પણ કોમેન્ટ કરીને તેને અભિનંદન આપી રહ્યા છે.