મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2019 (16:54 IST)

વિક્કી કૌશલનુ ગુજરાતમાં શૂટિંગ દરમિયાન એક્સીડેંટ, ચેહરા પર 13 ટાંકા આવ્યા

બોલીવુડ એક્ટર વિક્કી કૌશલ એક દુર્ઘટનામાં ગંભીર રૂપે ઘવાયા. ગુજરાતમાં એક ફિલ્મની શૂટિંગ દરમિયાન તેમના ચેહરો ગંભીર રૂપે ઘવાયો છે. વિક્કી કૌશલ એક એક્શન સીક્વેંસની શૂટિંગ કરી રહ્યા હતા જ્યારે તેમને આ વાગ્યુ.    ટ્રેન એનાલિસ્ટ તરુણ આદર્શએ આ વાતની માહિતી પોતાના વેરિફાઈડ ટ્વિટર એકાઉંટ પરથી ટ્વીટ કરીને આપી છે. તરુણે જણાવ્યુ કે ભાનુ પ્રતાપ સિંહના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન વિક્કીના ચેહરા પર વાગ્યુ છે અને તેને 13 ટાંકા આવ્યા છે. 
જાણવા મળ્યુ છે કે વિક્કી કૌશલ એક એક્શન સીક્વેંસ શૂટ કરી રહ્યા હતા જ્યારે તેમના પર એક દરવાજો પડ્યો. તેમના ચેહરાનુ હાડકુ (ચીક બોન)માં ફેક્ચર થયુ છે. માહિતી મુજબ આ ઘટના 18 એપ્રિલના છે જે હવે સામે આવી છે. ભાનુ પ્રતાપની હોરર ફિલ્મ જેને માટે વિક્કી શૂટિંગ કરી રહ્યા છે એક જહાજ વિશે છે જે સમુદ્ર કિનારે ઉભુ રહે છે. સમાચાર મુજબ આ ફિલ્મની કાસ્ટ અને ક્રૂ છેલ્લા 5 દિવસથી ગુજરાતના શિપ બ્રેકિંગ યાર્ડમાં શૂટિંગ કરી રહ્યુ છે. 
કેવી રીતે થઈ દુર્ઘટના ?
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દુનિયાનુ સૌથી મોટુ શિપ બ્રેકિંગ યાર્ડ છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિક્કી કૌશલ એક સીન શૂટ કરવાનુ હતુ જેમા તેમને દોડીને એક દરવાજો ખોલવાનો હતો. તકનીકી ગડબડીને કારણે આ દરવાજો  જ વિક્કી કૌશલ પર પડ્યો. 
 
ક્યા ચાલી રહી છે સારવાર ?
 
વિક્કી કૌશલને દુર્ઘટૅનાના ઠીક પહેલા એક લોકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યારબાદ તેમને હવાઈ માધ્યમથી મુંબઈ લાવવામાં આવ્યા. હાલ મુંબઈમાં વિક્કીની સારવાર ચાલી રહી છે.  તેમનો ઘા કેટલો ગંભીર છે અને તેમના ચેહરાને ઠીક થવામાં કેટલા દિવસ લાગશે તેના વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. 
 
ફિલ્મની સ્ટાર કાસ્ટ ?
 
જે ફિલ્મ માટે વિક્કી શૂટિંગ કરી રહ્યા છે તેનુ પ્રોડક્શન કરણ જોહરના ધર્મા પ્રોડ્ક્શન કરી રહ્યુ છે. અને ફિલ્મમાં વિક્કી કૌશલ ઉપરાંત ભૂમિ પેડનેકર લીડ રોલમાં ઝોવા મળશે.  ભૂમિ પેડનેકર આ પહેલા સોનચિડિયામાં કામ કરતી જોવા મળી હતી.  હવે તે જલ્દી જ ફિલ્મ સાંડ કી આંખમાં તાપસી પન્નુ સાથે કામ કરતી જોવા મળશે. 
 
 
કેવી રીતે શરૂ થયુ કેરિયર 
 
વર્ષ 2012માં વિક્કી કૌશલે ફિલ્મ ગૈગ્સ ઓફ વાસેપુર દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમણે આસિસ્ટેંટ ડાયરેક્ટરના રૂપમાં કામ કર્યુ હતુ અને પછી ફિલ્મ લવ શવ તે ચિકન ખુરાનામા% એ પહેલીવાર એક્ટરના રૂપમાં પડદા પર જોવા મળ્યા. વર્ષ 2018માં રાજી, સંજૂ અને મનમર્જીયા દ્વારા દર્શકોના દિલોમાં સ્થાન બનાવ્યા પછી વર્ષ 2019માં તે ફિલ્મ ઉરી ધ સર્જીકલ સ્ટાઈકમાં હીરોના રૂપમાં કામ કરતા દેખાયા 
 
ઉરી ધ સર્જીકલ સ્ટાઈક 
 
ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈક વિક્કી કૌશલના કેરિયરની ટર્નિંગ પોઈંટ સાબિત થઈ. ફિલ્મએ બોક્સ ઓફિસ પર તાબડતોબ કમાઈ કરી અને આ ફિલ્મએ તેમને ઈંડસ્ટ્રીમાં એક સક્સેસફુલ એક્ટરની ઓળખ અપાવી. વિક્કી વર્તમાન સમયમાં એક હૉરર ફિલ્મનુ શૂટિગ્ કરી રહ્યા હતા. જેના શૂટિંગ દરમિયાન તેમનો ચેહરો ગંભીર રૂપે ઘવાયો