શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (15:36 IST)

શુ હુ સલમાનની મજાક પણ નથી કરી શકતી - સબા કમર

તાજેતરમાં જ પાકિસ્તાની હીરોઈન સબા કમરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા તે બોલીવુડના એક્ટર્સ વિશે ખૂબ ખરુ ખોટુ કહેતી જોવા મળી હતી અને ત્યારબાદ સૌને તેણે  જોરદાર ક્લાસ લગાવી હતી. હવે સબા કમરે આ મામલા પર પોતાના વિચાર દર્શાવતા કહ્યુ જે જે પણ આ વીડિયોમાં કહેવામાં આવ્યુ તે મજાકમાં કહ્યુ હતુ.  ઈંડિયામાં તો લોકો કૉફી વિથ કરણ શો પર શુ શુ બોલી જાય છે. ત્યારે તો કોઈ ખોટુ નથી લગાડતુ. હુ પોતે પણ સલમાનની ખૂબ ઈજ્જત કરુ છુ. તે તો સુપરસ્ટાર છે. 
 
ઉલ્લેખનીય છે કે સબા કમર એક પાકિસ્તાની ચેટ શો પર આ વાતો કરતી જોવા મળી હતી. તેણે કેટલાક બોલીવુડ એક્ટર્સની ફોટો બતાવીને એક સવાલ પૂછવામાં આવ્યો અને તેના દ્વારા જવાબ આપવાનો હતો તેમને પૂછવામાં આવ્યુ કે શુ ઋત્વિક સાથે લગ્ન કરશો ? તેનો જવાબ હતો કે બે બાળકોના બાપ સાથે કોણ લગ્ન કરશે. 
 
પછી ઈમરાન હાશમીનો ફોટો બતાવ્યો તો બોલી કે સીરિયલ કિલર સાથે મારે કોઈ લેવા દેવા નથી. ત્યારબા રિતેશ દેશમુખ સાથે ફિલ્મ કરવા પર કહ્યુ કે જુઓ હુ પાકિસ્તાનની એ લિસ્ટ હીરોઈન છુ તો કામ પણ હુ એ લિસ્ટના હીરો સાથે જ કરીશ. 
 
બીજી બાજુ સલમાનનો ફોટો દેખતા જ તેણે કહ્યુ કે આ તો કશુ પણ કહી દે છે. થોડા છિછોરા છે. ડાંસ પણ સારી રીતે કરી શકતા નથી.