શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 19 માર્ચ 2022 (08:22 IST)

The Kashmir Files ના ડાયરેક્ટર Vivek Agnihotri ને મળી Y કૈટેગરીની સિક્યોરિટી

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને ગૃહ મંત્રાલય દ્વારા Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. ઈન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે વિવેકને આ સુરક્ષા આપી છે. આનો અર્થ એ થયો કે વિવેક અગ્નિહોત્રી સમગ્ર ભારતમાં જ્યાં પણ જશે ત્યાં તેમની સાથે CRPFના જવાનો હાજર રહેશે.
શું છે Y કેટેગરી સુરક્ષા ?
 
દેશમાં અલગ અલગ સ્તરે કેન્દ્રીય ગૃહ મંત્રાલાય સુરક્ષા આપતી હોય છે, જેમાં નેતાઓથી લઈને અન્ય VIP (વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન) પર જીવનું જોખમ હોય અથવા તો ધમકી મળતી હોય તો તેમને વિવિધ કેટેગરી એટલે કે X, Y, Z, Z+ લેવલની સુરક્ષા આપવામાં આવે છે.
 
X કેટેગરીમાં બે પોલીસ કર્મી, Y કેટેગરીમાં 11 જવાનો, Zમાં 22 NSG કમાન્ડો તથા Z+માં NSG કમાન્ડો સહિત 36 જવાન સુરક્ષામાં હોય છે. SPG લેવલની સુરક્ષા માત્ર વડાપ્રધાન પાસે હોય છે