મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 16 માર્ચ 2022 (10:41 IST)

સાવધાન The Kashmir Files લિંક મોકલીને ખાતુ ખાલી રહ્યા છે ભેજાબાજ

કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના નામ પર ભેજાબાજ લોકો સાથે દગાખોરી કરી રહ્યા છે. સાઈબર અપરાધી લોકોને મફત ફિલ્મ બતાવવાનો ઝાંસો આપીને મોબાઈલ ફોન હૈક કરી ખાતાને ખાલી કરી રહ્યા છે. આ મામલામાં એડીસીપી નોએડાએ ટ્વિટ પર ટ્વીટ કરી લોકોને આ પ્રકારની લિંક સામે સતર્ક રહેવાની અપીલ કરી છે. 
 
ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને લઈને ઠગોએ દગાખોરી કરવાની નવી રીત અપનાવી છે. વર્તમાન દિવસોમાં સાઈબર અપરાધી આ ફિલ્મના નામ પર લિંક મોકલીને દગાબાજી કરી રહ્યા છે. નોએડા જોનના એડીસીપી રણવિજય સિંહે જણાવ્યુ કે તેમને જાણ થઈ કે દિલ્હીમાં કોઈ વ્યક્તિની સાથે કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મના નામ પર લિંક મોકલીને ખાતામાંથી રૂપિયા કાઢવામાં આવ્યા છે. સાઈબર અપરાધી લોકોને મફત ફિલ્મ બતાવવાની લાલચ આપીને લિંક મોકલી રહ્યા છે. જ્યારે પીડિત આ લિંકને ખોલી રહ્યો છે તો આરોપી મોબાઈલને હૈંક કરી ખાતામાંથી રૂપિયા કાઢીને લાવી રહ્યા છે. 
 
આ વાતને સંજ્ઞાન લેતા તેમણે દિલ્હી પોલીસનો સંપર્ક કર્ય અને સાઈબર અપરાધિઓ દ્વારા મોકલેલી લિંકને મંગાવી. ત્યારબાદ નોએડાની જનતાને જાગૃત કરવા માટે ટ્વીટર મેસેજ આપ્યો છે.