1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (18:44 IST)

The kasmir Files: કોંગ્રેસે ઉભો કર્યો વિવાદ - પંડિતો માત્ર 400 મૃત્યુ પામ્યા, મુસ્લિમો 15,000 માર્યા ગયા

કેરળ કોંગ્રેસે ટ્વિટ કર્યું: કાશ્મીરી પંડિતો વિશે તથ્યો: તે આતંકવાદીઓ હતા જેમણે પંડિતોને નિશાન બનાવ્યા હતા. છેલ્લા 17 વર્ષોમાં (1990-2007) 399 પંડિતો આતંકી હુમલામાં માર્યા ગયા છે. આ જ સમયગાળામાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા મુસ્લિમોની સંખ્યા 15,000 છે.
 
કાશ્મીર પંડિતોની હિજરત પર બનેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' ચાહકોને ઘણી જ પસંદ આવી છે. આ દરમિયાન કેરળ કોંગ્રેસે ફિલ્મની ટીકા કરી છે. રવિવાર, 13 માર્ચના રોજ કેરળ કોંગ્રેસે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં માર્યા ગયેલા પંડિતો કરતાં મુસ્લિમોની સંખ્યા વધુ છે. 
 
કેરળ કોંગ્રેસે કહ્યું હતું, '1948માં વિભાજન પછી સાંપ્રદાયિક તોફાનોમાં જમ્મુમાં એક લાખથી વધુ કાશ્મીરી મુસ્લિમો માર્યા ગયા હતા, પરંતુ પંડિતોની કોઈ હત્યા થઈ નહોતી. અન્ય કાશ્મીરીઓની જેમ જ પંડિતો પણ આતંકવાદનો ભોગ બન્યા છે.'