1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (12:01 IST)

સુરતના 7 વર્ષના બાળકે 0.5 સેકન્ડની ઝડપે 150 અંકનો સરવાળો કરી દેતા ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવ્યું

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા સાત વર્ષના બાળકે ગણિતમાં ભારે કાંઠુ કાઢ્યું છે. નક્ષત્ર જૈન નામના વિદ્યાર્થીઓએ દોઢ વર્ષથી એબેક્સ મેથ્સની પ્રેક્ટિસ કરીને બોલ રમતાં રમતાં જ 100થી 150 નંબરની ગણતરી કરે છે. આ તમામ ગણતરી સાચી પડતી હોવાથી તમામ લોકો આશ્ચર્યમાં મૂકાય છે. એટલું જ નહીં પરંતુ નક્ષત્રની આ વિશેષ આવડતને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

નક્ષત્ર જૈનની ખાસિયત એ છે કે, બોલ રમતાં-રમતાં સિંગલ ડિજિટના 150 નંબરોનો સરવાળો સહજ રીતે કરી લે છે.પરંતુ નક્ષત્ર જૈનને ગણિત પ્રત્યે અલગ જ પ્રકારની રુચિ છે. માત્ર 7 વર્ષના નક્ષત્ર જૈને રમતા રમતા 0.5 સેકન્ડની ઝડપથી 150 જેટલા નંબરનો સરવાળો કરી ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. નક્ષત્ર જૈને 0.5 સેકંડની ઝડપથી સ્ક્રીન પર ફ્લેશ થતા સિંગલ ડિજિટનું એડિશન કરી ગણતરી કરે છે.

નક્ષત્ર જેને કહ્યું કે, હું હાથમાં બોલ રાખીને રમતા-રમતા જ એડિશનલ એપ્લિકેશન જેવા મેથ્સના જવાબો ગણતરીની સેકન્ડોમાં જ આપી દઉં છું. કોરોના વખતે અમે ઓનલાઈન ક્લાસ જ વધારે કર્યા છે. કોરોના હોવાને કારણે ઘરની બહાર જઇ શકતા ન હતા. તેથી આ સમય દરમિયાન શાળાઓ પણ બંધ હતી. જેથી પ્રેક્ટિસ કરવાનું ખૂબ જ સમય મળ્યો અને તેનો ઉપયોગ કર્યો છે. હું હજુ પણ સારી રીતે વધુ આંકડાઓ ઓછા સમયમાં થાય તો પ્રયાસ કરી રહ્યો છું.