શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 15 ઑગસ્ટ 2018 (00:20 IST)

કેંસરથી ઝઝૂમતી સોનાલી બેંદ્રેને યાદ કરીને રડી પડયો આ એક્ટર

ફિલ્મ અભિનેત્રી સોનાલી બેંદ્રે આ સમયે અમેરિકામાં કેંસર જેવા ગંભીર રોગથી ઝઝૂમી રહી છે તેના ઠીક થવાની દુઆ તેમના ફેંસ જુદા-જુદા જગ્યાથી કરી રહ્યા છે અને સોનાલીને આ ખબર પણ નહી હશે કે કોણ તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. 
ટીવી શો "ઈંડિયાજ બેસ્ટ ડ્રામેબાજ" થી સોનાલી સંકળાયેલી હતી. તે આ શોના જજના રૂપમાં નજર આવતી હતી. અત્યારે આ શોમાં કેટલીક પ્રતિયોગિઓએ કેંસરથી ઝઝૂમતી એક ડાંસર પર આધારિત પ્રદર્શન કર્યો. એ ડાંસરન માત્ર આ રોગથી ઝઝૂમે છે પણ જીત પણ જાય છે. 
 
આ એક્ટ જોઈ શોના જજ વિવેક ઑબેરૉય રડી પડ્યા. તેને સોનાલીની યાદ આવી ગઈ જે સાચે કેંસર સામે ઝઝૂમી રહી છે. વિવેકએ જણાવ્યું કે સોનાલી તેના બહુ ખાસ મિત્ર છે. 
એ દરરોજ સોનાલી માટે પ્રાર્થના કરે છે અને તેને બહુ મિસ કરે છે. તેની સાથે બીજા જજ હુમા ખુરેશી અને ઓમંગ કુમારની આંખ પણ ભીની થઈ ગઈ.