રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 24 મે 2017 (19:00 IST)

#Love અનુષ્કા શેટ્ટીએ લગ્ન કરવાનુ મન બનાવી લીધુ હતુ પણ પ્રભાસે આ કારણે ના પાડી દીધી હતી...

બાહુબલી 2ની ધમાલ આખી દુનિયામાં ચાલી રહી છે. ફિલ્મને રજુ થયે લગભગ એક મહિનો વીતી ગયો છે. પણ બાહુબલી 2નો ખુમાર દર્શકો પરથી ઉતરવાનુ નામ જ લેતો નથી. આ જ કારણ છે કે આ ફિલ્મ દુનિયાભરમાં 1500 કરોડ રૂપિયાથી વધુ કમાવી ચુકી છે અને કમાણીનો આંકડો હજુ પણ વધતો જઈ રહ્યો છે. આ જ કારણ છે કે ફિલ્મ સાથે જોડાયેલ દરેક નાની વાત પણ ન્યુઝ બની જાય છે.  પણ કોઈ વાત જો પ્રભાસ અને અનુષ્કા સાથે જોડાયેલ હોય તો તેની ચર્ચા થાય નહી તેવુ બની શકે જ નહી. 
ઉલ્લેખનીય છે કે ફિલ્મ બાહુબલીથી પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની જોડીના ચાહકોની સંખ્યા વધી ગઈ છે. તેથી જ્યારે આ બંને વચ્ચે અફેયરના સમાચાર આવે તો ફેંસ પણ ઈચ્છે છેકે આ સાચુ હોય. પણ અનુષ્કા અને પ્રભાસ તો આ સમાચારથી પરેશાન થઈ ગયા. આવામાં હવે એક એવા સમાચાર આવ્યા છે જેનુ માનીએ તો પ્રભાસને કારણે અનુષ્કાએ 2 વર્ષ સુધી લગ્ન કર્યા નહી. 
 
એક વેબસાઈટ મુજબ અનુષ્કા 2 વર્ષ પહેલા જ લગ્ન કરવા માંગતી હતી પણ પ્રભાસે તેને ના પાડી દીધી હતી. પ્રભાસ ઈચ્છતા હતા કે અનુષ્કા પોતાના લગ્નનો નિર્ણય બાહુબલી 2 રજુ થયા પછી લે. ઉલ્લેખનીય છે કે બાહુબલી શ્રેણી માટે પ્રભાસે પોતાના જીવનના કિમંતી 5 વર્ષ આપી દીધા. આવામાં જ્યારે તેને જાણ થઈ કે અનુષ્કા લગ્નનો પ્લાન બનાવી રહી છે તો પ્રભાસે તેમને લગ્ન ન કરવાની સલાહ આપી. પ્રભસ નહોતા ઈચ્છતા કે અનુષ્કાનુ ધ્યાન બાહુબલી 2 પરથી હટે.  કારણ કે આ ફિલ્મ માટે તેણે તનતોડ મહેનત કરી રહી હતી. 
આવામાં અનુષ્કાએ પણ પ્રભાસની વાત માની લીધી અને લગ્નનો પ્લાન પાછળ ધકેલી દીધો. ઉલ્લેખનીય છે કે બાહુબલીન શૂટિંગ સમયે પ્રભાસને 6000 યુવતીઓએ લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. પણ પ્રભાસે બધાને ના પાડી દીધી કારણ કે તેઓ પોતાનુ ધ્યાન ફિલ્મ પરથી હટાવવા માંગતા નહોતા.