નવ્યા નવેલી થઈ 21 વર્ષની.. છોટા બચ્ચને પાઠવ્યો વિશેષ સંદેશ..

navya naveli
Last Modified શુક્રવાર, 7 ડિસેમ્બર 2018 (12:47 IST)
અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી નંદા 21 વર્ષની થઈ ગઈ છે. તેના જન્મદિવસ પર સમગ્ર પરિવાર તેને જુદી જુદી રીતે શુભેચ્છા પાઠવી રહ્યુ છે.
navya naveli

આ અવસર પર નવ્યાની માતા શ્વેતા નંદાએ નવ્યાની 6 મહિનાની હતી ત્યારની એક ફોટો ખૂબ જ ટચી સંદેશ સાથે શેયર કરી છે. જેણે તેમણે નવ્યાની સાથે વિતાવેલ દરેક ક્ષણને જીવનના ખાસ ક્ષણ કહ્યા છે.
બીજી બાજુ અભિષેક બચ્ચને પણ પોતાની વ્હાલી ભાણી માટે લખ્યુ છે કે તુ દુનિયાની સૌથી કુલેસ્ટ ગર્લ છે જેને તેના મામૂ હંમેશા પ્રેમ કરશે. તુ મારી વ્હાલી ભાણેજની સાથે સાથે ખૂબ જ નિકટની મિત્ર પણ છે.

ઉલ્લેખનીય છે કે હાલ નવ્યા ન્યૂયોર્કમાં અભ્યાસ કરી રહી છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે.
navya naveli

સ્ટાર પરિવારના બાળકોમાં નવ્યાના સોશિયલ મીડિયામાં ફેન ફોલોવર્સની સંખ્યા ખૂબ વધુ છે. અને તેમને મીડિયામાં પણ ખૂબ વધુ સ્થાન મળ્યુ છે.

navya naveliઆ પણ વાંચો :