1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified શુક્રવાર, 26 મે 2023 (09:40 IST)

કોણ છે એ યુવતી જેણે 60 વર્ષના ખલનાયક Ashish Vidyarthi સાથે કર્યા લગ્ન

AshishVidyarthi
AshishVidyarthi
Ashish Vidyarthi: બોલિવૂડના ખલનાયક આશિષ વિદ્યાર્થિએ 60 વર્ષની ઉંમરે લગ્ન કરીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા છે. લગ્નના ફોટામાં, Ashish Vidyarthi તેની નવી દુલ્હન સાથે હસતા જોવા મળ્યા. ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવીને ફેમસ થયેલા આશિષ વિદ્યાર્થીના લગ્નના ફોટા પર કોમેન્ટ કરીને ફેન્સ અને સેલેબ્સ તેને અભિનંદન આપી રહ્યા છે. પોતાની ફિલ્મી કરિયર ઉપરાંત આશિષ વિદ્યાર્થિ ઘણીવાર પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે.
 
આશિષ વિદ્યાર્થીની પત્ની કોણ છે ?
 
હિન્દી સિનેમાના ખલનાયક આશિષ વિદ્યાર્થીએ કોલકાતામાં 60 વર્ષની ઉંમરે આસામની રૂપાલી બરુહા સાથે ચુપચાપ રીતે લગ્ન કર્યા છે. આશિષ અને રૂપાલીના લગ્નમાં માત્ર થોડા જ નજીકના મિત્રો અને સંબંધીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે  આશિષ વિદ્યાર્થીની પહેલી પત્ની અને બીજી પત્નીની સરનેમ સરખી છે. આશિષની પ્રથમ પત્નીનું નામ રાજોશી બરુઆ હતું, જે પીઢ અભિનેત્રી શકુંતલા બરુઆની પુત્રી છે. રાજોશી બરુઆએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. રાજોશી અને આશિષ વિદ્યાર્થીને અર્થ વિદ્યાર્થી નામનો પુત્ર છે.
 
Rupali Barua કોણ છે ?
 
આશિષ વિદ્યાર્થીની બીજી પત્ની રૂપાલી બરુઆ આસામની રહેવાસી છે અને વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. રૂપાલી બરુઆ કોલકાતામાં પોતાની ફેશન સ્ટોરી પણ ચલાવે છે. આશિષ અને રૂપાલી પહેલા મિત્રો હતા અને હવે બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે. આશિષ વિદ્યાર્થીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જીવનના આ તબક્કે રૂપાલી સાથે લગ્ન કરવું તેના માટે અસાધારણ લાગણી છે. આશિષે જણાવ્યું કે આજે સવારે તેણે કોર્ટ મેરેજ કર્યા હતા અને સાંજે ગેટ-ટુગેધર છે. જ્યારે આશિષ વિદ્યાર્થિને તેની લવ સ્ટોરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આ એક લાંબી સ્ટોરી છે અને તેને ફરી ક્યારે શેર કરીશ.