રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 23 નવેમ્બર 2022 (15:19 IST)

Love Story: યુવકે મૃત પ્રેમિકા સાથે કર્યા લગ્ન

marriage
Assam man marries with dead girlfriend - સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે ક એ યુવક છોકરીના માંગમાં તેમજ સિંદૂર ભરી રહ્યો છે જેમ કોઈ નબ્વપરિણીત દુલ્હનને સિંદૂર લગાવે છે.  અસમના ગુવાહાટીથી એક એવો મામલો સામે આવ્યો છે કે જ્યાં યુવક તેની મૃત પ્રેમિકા સાથે લગ્નની રસ્મો નિભાવતો જોવા મળ્યો. આ બધાનો એક વીડિયો મોબાઈલથી રેકોર્ડ કરવામાં આવ્યુ છે. તેને તેની પ્રેમિકાને ફરીથી લગન ન કરવાના વચન પણ આપ્યો છે. 
પરિજનોના કહેવા પ્રમાણે મોરીગાંવનો બિટુપન અને ચાપરમુખની કોસુઆની રહીશ પ્રાર્થના બોરા લાંબા સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા. આ સંબંધ અને લગ્ન માટે બન્ને પરિવારની પણ પરવાનગી હતી પણ અચાનક પ્રાર્થના બીમાર થઈ ગઈ. છેલ્લી વિદાય પહેલાં, યુવકે તેની પ્રેમિકાને માળા પહેરાવી અને પછી તેના હાથથી બીજી માળાથી સ્પર્શ કરી અને તેને તેના ગળામાં પહેરી. જ્યારે તે વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી રહ્યો હતો ત્યારે પરિવારના સભ્યો પણ આ બધું જોઈને ભાવુક થઈ ગયા હતા.
Edited BY-Monica Sahu