ગોવિંદા : નોટિ એટ 40
IFM |
બોલીવુડ અભિનેતા ગોવિંદાની નવી ફિલ્મ 'નોટી એટ 40' રજૂ થવા માટે તૈયાર છે ફિલ્મમાં ગોવિંદા અત્યાર સુધીના સૌથી બોલ્ડ પાત્રમાં જોવા મળશે.
આ ફિલ્મમાં 47 વર્ષના ગોવિંદા 40 વર્ષની એક એવા વ્યક્તિની ભૂમિકામાં જોવા મળશે, જે 40 વર્ષની વય પછી પણ કુંવારા છે અને લંડનમાં રહે છે. તેની જીંદગીમાં કોઈ પણ મહિલા નથી. પરંતુ તે લગ્ન કરવા માંગે છે, પર તેને કોઈ છોકરી પસંદ જ નથી કરતી.
પછી તેની જીંદગીમાં અભિનેત્રી યુવિકા ચૌધરી આવે છે, જે ખૂબ જ સુંદર છે અને વયમાં તેનાથી ખૂબ જ નાની છે.
શુ ગોવિંદા યુવિકા સાથે લગ્ન કરવામાં સફળ રહેશે, એ જ આ ફિલ્મમાં બતાવાયુ છે.
ફિલ્મમાં ગોવિંદાએ પોતાની પુત્રીના વયની યુવતી સાથે ઘણા અંતરંગ દ્રશ્યો પણ આપ્યા છે.