1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

સલમાનની દરિયાદિલી

સલમાન
IFM
ઘણા પ્રસંગો પર પોતાની દરિયાદીલી બતાવી ચુકેલ બોલીવુડ અભિનેતા સલમાન ખાને એક વાર ફરી પોતાની ઉદારતાનો પરિચય આપ્યો.

પોતાની નવી ફિલ્મ 'રેડી'નું સંગીત રજૂ કરવાના પ્રસંગ પર સલમાને ફિલ્મ સિટીના શ્રમિકોને આમંત્રિત કર્યા. આ દરમિયાન સલમાને તેમને કપડાં આપીને સન્માનિત કર્યા.

સલમાને કહ્યુ 'જ્યારે હુ મારી ફિલ્મ 'બોડીગાર્ડ'નુ શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મે અનુભવ્યુ કે જે લોકો સતત કામ કરતા રહે છે, તેમને કાર્યક્રમ દરમિયાન બોલાવી શકાય છે, જેમને કોઈના તરફથી સન્માન નથી મળતુ. તેથી મેં વિચાર્યુ કે આ લોકોને બોલાવવા જોઈએ.'

સલમાને કહ્યુ, 'મે વિચાર્યુ કે ફિલ્મ સિટીના શ્રમિકોને જ બોલાવવામાં આવે તો... કારણ કે આ લોકો પણ ફિલ્મનો એક ભાગ હોય છે અને કોઈના તરફથી પણ તેમણે નિમંત્રણ નથી મળતુ.

સલમાન ખાન, ઝરીન ખાન, અસીન અને નિદેશક અનીસ બઝ્મી સહિત આખી ફિલ્મ યૂનિટના તરફથી આ પ્રકારની ભેટ મેળવીને શ્રમિક ખૂબ ખુશ જોવા મળ્યા.