1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

હેપી બર્થડે બિપાશા

હેપી બર્થડે બિપાશા
IFM

બિપાશા બાસુ આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. બિપાશાએ વર્ષ 2001માં ફિલ્મ 'અજનબી'થી બોલીવુડમાં ડગ માંડ્યા હતા. ત્યારબાદ આવેલ ફિલ્મ 'રાજ' અને 'જિસ્મ'ની સફળતાએ બિપાશાને એવા સ્થાન પર પહોંચાડી દીધી, જ્યા તેની ગણતરી ટોચની અભિનેત્રીઓના રૂપમાં થવા લાગી. તાજેતરમાં જ તેણ ડબ્બૂ રતનાનીના કેલેંડર માટે સેક્સી ફોટોશૂટ કરાવ્યુ છે. કોઈપણ પ્રકારના બોલીવુડ બેકગ્રાઉંડ સિવાય બોલીવુડના ક્ષિતિજમાં પોતાની ચમક વિખેરનારી આ બંગાળી બાળાને જન્મદિવસની શુભેચ્છા પાઠવો.

બિપાશાનો જન્મ નવી દિલ્લીમાં 7 જાન્યુઆરી, 1979ના રોજ એક બંગાળી હિંદૂ પરિવારમાં થયો હતો. આઠ વર્ષની વય સુધી બિપાશાનો પરિવાર દિલ્લીમાં હતો. ત્યારબાદ બસુ પરિવાર કલકત્તા શિફ્ટ થઈ ગયો.

ફિલ્મ 'રેસ'માં સેફ અને બિપાશા બસુની વચ્ચે ઘણા હોટ દ્રશ્ય બતાવવામાં આવ્યા હતા. ફિલ્મ 'ઓમકારા'નું ગીત 'બીડી જલાય લે' આજે પણ બિપાશાના ઉત્તેજક ડાંસ માટે યાદ કરવામાં આવે છે.