હેપી બર્થડે સલમાન
P.R |
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું આ વર્ષ બહુ જ સફળ રહ્યુ છે, વર્ષનો અંત પણ સુખદ જ રહેશે 27મી ડિસેમ્બરના રોજ જન્મેલા સલમાન આજે તેમનો જન્મદિવસ ધામધૂમથી ઉજવશે.
'દબંગ' ખાન પોતાનો જન્મદિવસ અને નવા વર્ષની ઉજવણી દુબઈમાં કરવાનો હતો. પણ હવે જેમ કે શાહરૂખ પણ દુબઈ જ જવાનો છે ત્યારે સલમાને પોતાના પ્લાનમાં થોડો બદલાવ કર્યો છે.
ઈન્ડસ્ટ્રીના 'મોસ્ટ એલિજીબલ બેચલર' સલમાન ખાન, જે આ 27 ડિસેમ્બરે 46 વર્ષનો થયા. તે પનવેલ સ્થિત પોતાના ફાર્મ હાઉસ પર નિકટના મિત્રો અને પરિવારના સભ્યો સાથે જન્મદિવસની ઉજવણી કરશે.
સલમાનના એક મિત્રએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યુ હતું કે, "અમે સોમવારે પનવેલ જઈએ છીએ કારણ કે મંગળવારે સલમાનનો બર્થ ડે છે. તે પછી અમે નવા વર્ષની ઉજવણી માટે દુબઈ જઈશું."
આ મિત્રએ ઉમેર્યુ હતું કે, "સ્વાસ્થ્યની રીતે આ વર્ષ સલમાન માટે સારુ નહોતું. માટે બધાને લાગે છે સલમાને પોતાના પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઉજવીને તેમની સાથે સમય ગાળવો જોઈએ."
પરિવાર સાથે બર્થ ડેની ઉજવણી કર્યા પછી ન્યૂ યરમાં શાહરૂખ અને સલમાનની ટક્કર જોવા જેવી હશે.