1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

હોટ શોટ ઓફ બાર્બરા મોરી

બાર્બરા મોરી
P.R

રાકેશ રોશનની ફિલ્મ કાઈટ્સમાં ઋત્વિક રોશન સાથે કામ કર્યા બાદ મેક્સિન અભિનેત્રી બાર્બરા મોરી ભારતમાં ખુબ જાણીતી બની હતી. 1978માં જન્મેલી આ અભિનેત્રી અગાઉ મોડેલિંગ કરતી હતી અને તે કરતાં-કરતાં તેને 2004માં ટીવીમાં બ્રેક મળ્યો હતો.
P.R

P.R

બાર્બરા મોરી ઉરૂગ્વે-જાપાનિઝ તેમજ મેક્સિકન વારસો ધરાવે છે. તેના દાદા જાપાનના હતા અને તેના પિતા મેક્સિકોમાં વસ્યા હતા તેમજ માતા ઉરૂગ્વેની હતી. તેને એક ભાઈ તેમજ બહેન છે જેમના નામ કિન્તારો મોરી તેમજ કેન્યા મોરી છે. બાર્બરા માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે જ તેના માતા-પિતા છુટા પડી ગયા હતા. તેણે પોતાનું બાળપણ ઉરૂગ્વે અને મેક્સિકોની વચ્ચે વિતાવ્યુ હતુ અને આખરે 12 વર્ષની વયે તે મેક્સિકોમાં સ્થાયી થઈ હતી.
P.R

P.R

14 વર્ષની વયે વેઈટ્રેસ તરીકે કામ કરતી બાર્બરા પર ફેશન ડીઝાઈનર માર્કોસ ટોલેદોની નજર પડી હતી જેણે તેને મોડેલ તરીકે કામ કરવા આમંત્રણ આપ્યુ હતુ. 17 વર્ષની વયે તેણે સ્વતંત્ર પણે મોડેલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું અને તે પોતાના પિત્રાઈઓ સાથે રહેવા લાગી હતી. 19 વર્ષની વયે તે અદાકાર સેર્ગિઓ મેયરને મળી હતી અને તેના દિકરાની મા પણ બની હતી. જોકે, આ બંનેએ ક્યારેય લગ્ન નહોતા કર્યા.

About Writer
વેબ દુનિયા