ગ્રામીણ રોજગારી માટે જંગી રોકાણ

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (18:07 IST)

આર્થિક નિષ્ણાતો અને સામાન્ય લોકોની ગણતરી વચ્ચે પ્રણવ મુખર્જીએ આજે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં ટેકસ અને ડ્યૂટી માળખાને સાથે કોઇ છેડખાની કરવામાં આવી નથી પરંતુ સરકારની ફલેગશીપ ગ્રામીણ રોજગારી યોજના અને અન્ય મોટી યોજનાઓને 30100 કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે.

મંદીનો સામનો કરવા માટે આ અભૂતપૂર્વ ફાળવણી કરવામાં આવી છે. વર્ષ 2008-09 દરમિયાન ટેકસ વસૂલાત માટેનો સુધારેલો અંદાજ 687715 કરોડના બજેટ અંદાજની સામે 627949 કરોડ આંકવામાં આવ્યો હોવા છતાં પ્રધાને વચગાળાના બજેટમાં ફલેગશીપ સ્કીમો ઊપર વિશેષ ધ્યાન આપ્યું છે. કારણ કે સામાન્ય ચૂંટણીઓ બિલકુલ નજીક છે.

મુંબઇમાં ત્રાસવાદી હુમલા બાદ સુરક્ષા પર્યાવરણની વણસેલી સ્થિતિ વચ્ચે સંરક્ષણ માટેની ફાળવણી વધારીને 141703કરોડ કરાઇ છે. જેમાં 54824 કરોડના મૂડી ખર્ચનો સમાવેશ થાય છે. વર્ષ 2009-10 માટેના બજેટમાં કુલ ખર્ચ 953231 કરોડ અંદાજવામાં આવ્યો છે. જેમાં યોજનામાં 285149 કરોડ અને બિનયોજના ખર્ચમાં 668082 કરોડનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો :