શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 29 ફેબ્રુઆરી 2016 (16:10 IST)

બજેટ 2016 - અરુણ જેટલીનુ ચૂંટણીલક્ષી બજેટ

નાણાપ્રધાન અરુણ જેટલી દ્વારા સોમવારે અજુ થયેલ બજેટને ચૂંટણીલક્ષી બજેટના રૂપમાં જોવાય રહ્યુ છે. જેટલીએ આ બજેટમાં ગ્રામીણ ક્ષેત્રો પર ખાસ ધ્યાન આપ્યુ છે અને ખેતી તેમજ સામાજીક યોજનાઓ પર ખર્ચને વધાર્યો છે.  
 
ઉલ્લેખનીય છે કે આગામી ચાર મહિનામાં અસમ, પશ્ચિમ બંગાળ, કેરલ, પોંડિચેરી અને તમિલનાડુમાં ચૂંટણી થવાની છે તેથી બજેટને રજુ કરતી વખતે જેટલીએ કોઈ નવો ટેક્સ લગાવ્યો નથી. 
 
જો કે સર્વિસ ટેક્સમાં અડધો ટકા મામૂલી સરચાર્જ લગાવ્યો છે. પણ આ સરચાર્જ સામાન્ય માણસને વધુ ખટકશે નહી. બીજી બાજુ ખેતી ક્ષેત્રમાં સિંચાઈ માટે 12 હજાર પાંચસો કરોડ અને મનરેગા માટે 38 હજાર પાંચ સો કરોડ રૂપિયાની વહેંચણી કરીને સરકારે નિમ્ન વર્ગ માટે પોતાની પ્રાથમિકતા બતાવી દીધી છે. 
 
એટલુ જ નહી આગામી 3 વર્ષમાં દેશના ગરીબી રેખા નીચેના પાંચ કરોડ લોકો માટે રસોઈગેસ પુરી પાડવાનુ લક્ષ્ય મુકવામાં આવ્યુ છે. આ હેતુ માટે 20000 હજાર કરોડ રૂપિયાની વચેંચણી કરવામાં આવી છે. 
 
આ ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ જ્યોતિ યોજના હેઠળ ગામમાં વીજળી પુરી પાડવા માટે 8500 કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી છે. ચૂંટ્ણીવાળા પાંચ રાજ્યોમાં બહુસંખ્યક વસ્તી ગરીબોની છે. તેથી આ બજેટને ચૂંટણી સાથે જોડીને  જોવામાં આવી રહ્યુ છે.