શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2016 (17:40 IST)

પ્રભુના રેલ બજેટની વિશેષ વાતો - જાણો રેલ બજેટ હાઈલાઈટ્સ

સુરેશ પ્રભુ વષ 2016-17નું રેલ બજેટ રજુ કરી રહ્યા છે. તેમને કહ્યુ કે 2020 સુધી જ્યારે ઈચ્છે ત્યારે રિઝર્વેશન અપાવવુ અમારુ ટારગેટ છે. અમે 2020 સુધી ટ્રેનોને સમય પર ચલાવીશુ. રેલ બજેટની હાઈલાઈટ્સ.. 
 
- પહેલા બાયો વૈક્યૂમ ટૉયલેટ ડિબૂગડ રાજધાનીમાં લાગશે 
- મેક ઈન ઈંડિયા હેઠલ 4 હજાર કરોડ રૂપિયા રેલવેના વિકાસ માટે લગાવવામાં આવશે. 
- 65 હજાર એડિશનલ બર્થ ટ્રેનોમાં લાગશે. 
- જનરલ બર્થમાં મોબાઈલ ચાર્જિંગ પોઈંટ 
- 17 હજાર બાયો ટૉયલેટ આ વર્ષના અંત સુધી ટ્રેનોમાં લાગશે. 
- 2500 ઓટોમેટિક વોટર વૈંડિંગ મશીન લાગશે. 
- બે વર્ષમાં 400 સ્ટેશનોને વાઈફાઈ કરવામાં આવશે. 
- 400 સ્ટેશનોને ખાનગી ભાગીદારીથી ડેવલોપ કરવામાં આવશે. 
- મુસાફરોની ફરિયાદ માટે નવી ફોન લાઈન શરૂ થશે. 
- 311 સ્ટેશનો પર સીસીટીવી સિક્યોરિટી 
- મેક ઈંડિયા હેઠલ 2 રેલ એંજિન કારખાના બનશે. 
- વડોદરામાં રેલવે યૂનિવર્સિટી બનશે. 
- વ્હીલચેયરની ઓનલાઈન સુવિદ્યા આપવામાં આવશે. 
- મહિલા સુરક્ષા નવી હેલ્પલાઈનનુ એલાન 
- અંત્યોદય એક્સપ્રેસ સંપૂર્ણ રીતે અનરિઝર્વ્ડ લોંગ ડિસ્ટેંસ ટ્રેન શરૂ થશે. 
- દીન દયાલ એક્સપ્રેસ હેઠળ - અનેક લોંગ ડિસ્ટેંસ ટ્રેનોમાં નવા કોચ લગાવવામાં આવશે. 
- આગામી ત્રણ મહિનામાં ફોરેન કાર્ડ્સ પર પણ ઈ રિઝર્વેશન કરી શકાશે. 
- 139 હેલ્પલાઈનથી જ ટિકિટ કેંસિલ કરાવી શકાશે. 
- દરેક તત્કાલ માટે થર્ડ પાર્ટી એગ્રીમેંટ કરવામાં આવશે. જે તત્કાલના સમયે સાઈટ હૈક ન કરી શકાય. 
- હમસફર તેજસના નામથી અનેક ટ્રેનો ચલાવવામાં આવશે. 
- તેજસની સ્પીડ 130 કિમી પ્રતિ કલાક રહેશે. 
- ટ્રેનોમાં સફાઈ માટે ક્લીન માઈ કોચ ફેસિલિટી શરૂ કરવામાં આવશે. 
- સારથી સેવા શરૂ કરવામાં આવશે. દિવ્યાંગો અને બુઝુર્ગો માટે આ સેવા શરૂ કરવામાં આવશે. 
- 408 સ્ટેશનો પર ઈ કેટરિંગની સેવા શરૂ થશે. 
- આઈઆરસીટીસી ખાનપાન સેવામાં સુધાર કરશે. 
- બેબીફુડ હોટ વોટરની સુવિદ્યા સ્ટેશનો પર આપવામાં આવશે. 
- દરેક કેટેગરીમાં 33 ટકા સીટો મહિલાઓ માટે રિઝર્વ રહેશે. 
- ટિકિટ પર ઓપ્શનલ ઈંસ્યોરેંસ ફેસેલિટી 
- બિઝી રૂટ પર ડબલ ડેકર નાઈટ ટ્રેન ચાલશે. 
- અજમેર, અમૃતસર, ગયા સારનાથ વારાણસી જેવા તીર્થ સ્થળોના સ્ટેશનોના રિનોવેશન કરવામાં આવશે. 
- રેસ્ટ રૂમમાં દરેક કલાકના હિસાબથી બુકિંગ થશે. 
- અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ કૉરિડોર 
- કલકત્તામાં એક્સપ્રેસ કૉરીડોર બનાવવામાં આવશે. 
- મુંબઈમાં મેટ્રો સ્ટેશન રેલવે સ્ટેશનો અને એયરપોર્ટ્સથી જોડવામાં આવશે. 
- જાપાનની મદદથી 
- 2500 ઓટોમેટિક વોટર વેંડિગ મશીન લાગશે. 
- બે વર્ષમાં 400 સ્ટેશનોને વાઈફાઈ કરવામાં આવશે. 
- આસ્થા સર્કિટ યોજના - તીર્થ સ્થાનોને જોડવા માટે 
- 311 સ્ટેશનો પર સીસીટીવી સિક્યોરિટી 
- ગયા વર્ષની સરખામણીમાં 10 ટકા વધુ ઈનકમનું લક્ષ્ય. 
- સીનિયર સિટિઝનનુ કોટા 50 ટકા સુધી વધારવામાં આવ્યુ છે. દરેક ટ્રેનમાં 120 લોવર બર્થ સીટ રિઝર્વ રાખવામાં આવશે.