1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2016-17
Written By
Last Modified: સોમવાર, 15 ફેબ્રુઆરી 2016 (11:01 IST)

રેલ્વે બજેટમાં પ્રભુની કૃપા...રેલ ભાડુ નહી વધારે

રેલવે  મંત્રી સુરેશ પ્રભુ સતત બીજા વર્ષે રેલ્‍વે પેસેંજર્સ પર કૃપા કરશે એવી શકયતા છે. 25 ફેબ્રુઆરીએ જાહેર થનારા રેલ્વે બજેટમાં ભાડા વધવાની શકયતા નથી. ઉપરાંત, નવી સેમી હાઈસ્‍પીડ ટ્રેન ‘ગતિમાન', વિવિધ કન્‍સેશનમાં ઘટાડો અને રેલ્વે પ્રોપર્ટીનું મોનેટાઈઝેશન રેલવે  બજેટની અન્‍ય હાઈલાઈટસ રહેશે. પ્રભુએ રોકડની ખેંચ અનુભવી રહેલી રેલ્‍વે માટે આવક એકત્ર કરવા ઈનોવેટિવ વિકલ્‍પ પર ધ્‍યાન કેન્દ્રીત કર્યુ હોવાથી તે ભાડા યથાવત રાખે તેવી શકયતા છે. ગયા બજેટમાં નૂરદરમાં વધારો કરાયો હતો, પરંતુ આ વખતે ડીઝલના ભાવમાં ઘટાડાને કારણે નૂરના દરમાં પણ વધારો નહીં થાય. આગામી બજેટમાં સરકાર નવા પ્રોજેકટસ શરૂ કરવાને બદલે રેલ્‍વે નેટવર્કને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત  કરશે.
 
   મંત્રાલયના મંતવ્‍ય પ્રમાણે રેલ્‍વે ભાડામાં 10 ટકા વૃદ્ધિથી માત્ર રૂ. 4,500 કરોડની વધારાની આવક થશે, જે પુરતી નથી. સૂત્રોએ જણાવ્‍યું હતુ કે, ‘વડાપ્રધાન કાર્યાલય પણ ભાડા વધારવાની તરફેણમાં નથી. રેલ્‍વેએ થોડા સમય પહેલા જ કેટલીક રાહતમાં ફેરફાર કર્યો છે તેમજ બજેટની બહાર રિફંડ અને તત્‍કાલ સેવાના નિયમ ચાર્જિસમાં બમણો વધારો કરવામાં આવ્‍યો છે. ઉપરાંત, રેલ્‍વે દ્વારા તમામ ટ્રેનમાં તત્‍કાલ હેઠળની બેઠકની સંખ્‍યા 10 ટકાથી વધારી 30 ટકા કરવામાં આવી છે. રેલ્‍વે બોર્ડના એક અધિકારીએ જણાવ્‍યુ હતુ કે, ‘તત્‍કાલના નિયમમાં ફેરફાર તમામ ટ્રેનનાં ભાડામાં 5 ટકા વૃદ્ધિ સૂચવે છે