શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (15:51 IST)

Budget 2017 : જીએસટી (GST) શુ છે ? 7 ખાસ વાતો જે તમારે જાણવી જોઈએ...

જીએસટીનુ પુરૂ નામ ગુડ્સ એંડ સર્વિસ ટેક્સ (GST) છે. આ કેન્દ્ર અને રાજ્યો દ્વારા લગાવેલ 20થી વધુ અપ્રત્યક્ષ કરોના બદલમાં લગાવવામાં આવી રહ્યો છે. જીએસટી 1 જુલાઈથી આખા દેશમાં લાગૂ કરવાનો છે. જીએસટી લાગ્યા પછી અનેક સેવાઓ અને વસ્તુઓ પર લાગનારો ટેક્સ સમાપ્ત થઈ જશે. 
 
આવો એક નજરમાં જાણીએ આ ટેક્સ વિશે... 
 
 
1. જીએસટી લાગૂ થયા પછી સેંટ્રલ એક્સાઈઝ ડ્યૂટી, સર્વિસ ટેક્સ, એડિશનલ કસ્ટમ ડ્યૂટી(સીવીડી) સ્પેશલ એડિશનલ ડ્યૂટી ઓફ કસ્ટમ (એસએડી) વૈટ/સેલ્સ ટેક્સ, સેંટ્રલ સેલ્સ ટેક્સ, મનોરંજન ટેક્સ, ઓક્ટ્રોય એંડ એંટ્રી ટેક્સ, પરચેજ ટેક્સ, લકઝરી ટેક્સ ખતમ થઈ જશે. 
 
2. જીએસટી લાગૂ થયા પછી વસ્તુઓ અને સેવાઓ પર ફક્ત ત્રણ પ્રકારના ટેક્સ વસૂલવામાં આવશે. પહેલુ સીજીએસટી, મતલબ સેંટ્રલ જીએસટી, જે કેન્દ્ર સરકાર વસૂલશે. બીજુ એસજીએસટી, મતલબ સ્ટેટ જીએસટી, જે રાજ્ય સરકાર પોતાને ત્યા થનારા વેપાર પર વસૂલશે. ત્રીજો હશે એ જે કોઈ વેપારી જો બે રાજ્યો વચ્ચે હશે તો તેના પર આઈજીએસટી મતલબ ઈંટીગ્રેટેડ જીએસટી વસૂલવામાં આવશે.  તેને કેન્દ્ર સરકાર વસૂલ કરશે અને તેને બંને રાજ્યોમાં સમાન સરેરાશમાં વહેંચી દેવામાં આવશે. 
 
4. જીએસટી લાગૂ થવાથી દરેક પ્રકારની ખરીદી વેચાણ આ કર વ્યવસ્થા હેઠળ આવી જશે. જેનાથી લોકો માટે કરની ચોરી કરવી સહેલી નહી રહે. એવુ કહેવાય રહ્યુ છે કે જીએસટી કાળા નાણાના ચક્રવ્યૂહને તોડવા માટે એક મજબૂત હથિયાર સાબિત થશે. 
 
5. સરકારના મુજબ જીએસટી આઝાદીના પછી ટેક્સ સુધારનુ સૌથી મોટુ પગલુ છે. તેનાથી જીડીપીમાં વૃદ્ધિ અને રોજગારોનુ સર્જન હશે.  13માં કેન્દ્રીય નાણાકીય પંચ મુજબ જીએસટીથી કર સંકલનમાં થઈ રહેલ અનેક પ્રકારના ખોટા  ખર્ચાને રોકવામાં પણ આનાથી મદદ મળશે અને તેનાથી રાજ્યોની આર્થિક પરિસ્થિતિમાં સુધાર થશે. 
 
6. વિશ્વના લગભગ 160 દેશોમાં જીએસટીની કરાધાન વ્યવસ્થા લાગૂ છે. ભારતમાં તેનો વિચાર અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા વર્ષ 2000માં લાવવામાં આવ્યો. 
 
7. વિશેષજ્ઞોના વિચાર મુજબ શરૂઆતના ત્રણ વર્ષમાં જીએસટી મોંધવારી વધારનારો ટેક્સ સાબિત થશે. જેવુ કે મલેશિયા અને અન્ય દેશોના ઉદાહરણ પરથી સ્પષ્ટ છે.  હાલ આપણે બધી સેવાઓ પર લગભગ 14.5 ટકા સર્વિસ ટેક્સ આપી રહ્યા છીએ. જે જીએસટી લાગૂ થતા 18% થી 22% વચ્ચે થઈ જશે.  મતલબ જીએસટી લાગૂ થયા પછી સિનેમા હોલની ટિકિટ, હોટલનુ બિલ, બેકિંગ સેવા, હવાઈ યાત્રાની ટિકિટ વગેરે મોંઘુ થઈ જશે.