શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Updated : શનિવાર, 21 જાન્યુઆરી 2017 (00:15 IST)

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 20મી ફેબ્રુઆરીએ રજુ થશે

વિજય રૃપાણીનું પ્રથમ બજેટ, રાહતોથી ભરપૂર બજેટ માટે કેન્દ્ર-રાજ્યના નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવાયુ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બાદ હવે રૃપાણી સરકાર વાઇબ્રન્ટ બજેટની તૈયારી કરી રહી છે. ૨૦મી ફેબુ્રઆરીથી ગુજરાત વિધાનસભાનુ બે -ત્રણ દિવસીય બજેટ સત્ર શરૃ થઇ રહ્યું છે. ૨૧મીએ અનેક રાહતો, નવી યોજના સાથે રૃપાણી સરકાર વાઇબ્રન્ટ જ નહીં, ચૂંટણીલક્ષી બજેટ પ્રસ્તુત કરે તેવી શક્યતા છે.

વિજય રૃપાણી માટે પ્રથમ બજેટ છે. પાટીદાર,ઓબીસી અને દલિત આંદોલનનો સામનો કરી રહેલી ભાજપ સરકાર રાહતોથી ભરપૂર યોજનો બજેટમાં જાહેર કરે તેવી વકી છે. નોટબંધીથી ગુજરાતની આમ જનતા ભાજપ સરકારની નારાજ છે ત્યારે આ નારાજગી દૂર કરવા ચૂંટણીલક્ષી બજેટ બનાવવા શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સૂત્રોના મતે, વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના આર્થિક જગતના નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચનો મેળવવામાં આવી રહ્યાં છે. ખુદ મોદી સરકારે ગુજરાત સરકારને પણ બજેટલક્ષી ટિપ્સ આપી છે.
ગત વખત કરતાં આ વખતે બજેટનુ કદે વધારીને ૧,૭૫,૦૦૦ કરોડ સુધીનુ કરાયું હોવાનો અંદાજ છે. હળવાફૂલ બજેટ માટે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોને લક્ષમાં રાખીને યોજના બનાવવામાં આવી રહી છે. રહેણાંક સ્કિમથી માંડીને રાહતો જાહેર કરાશે. આ વખતે જીએસટીનો પણ અમલ થાય તે દિશામાં પણ ભાજપ સરકાર વિધાનસભામાં કાયદો પસાર કરે તેમ જાણવા મળ્યું છે. મોંઘવારી ઘટાડી કેવી રીતે ઘટાડી શકાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ટૂંકમાં, હળવાફુલ બજેટ માટે સચિવાલયમાં ધમધમાટ ચાલી રહ્યો છે .