બજેટ 2017 - રેલ મુસાફરોને જેટલીની ભેટ

નવી દિલ્હી.| Last Modified બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (13:41 IST)

નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે સંસદમાં બજેટ રજુ કરતા મુસાફરો માટે મોટી જાહેરાત કરી છે. આઈઆરસીટીસીથી ઈ-ટિકિટ પર કોઈ સર્વિસ ચાર્જ નહી લાગે. આ રીતે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવા પર કોઈ સર્વિસ ચાર્જ નહી લાગે. આ સાથે રેલવેથી લઈને આને પણ કોઈ મોટી જાહેરાતો કરવામાં આવી છે.

- રેલ સુરક્ષા માટે 1 લાખ કરોડનુ ફંડ વહેંચણી કરવામાં આવ્યુ છે.
- 500 સ્ટેશન દિવ્યાંગોઅની સુવિદ્યા મુજબના રહેશે
- આ વખતે બજેટમાં 7 હજાર રેલવે સ્ટેશાન સોલર ઉર્જાથી યુક્ત રહેશે.
- 500 કિલોમીટર નવી રેલ લાઈન બનશે
- 2020 સુહી માનવ રહિત ક્રોસિંગ ખતમ થશે
- પર્યટન અને તીર્થ માટે સ્પેશ્યલ ટ્રેનો શરૂ કરવામાં આવશે.
- રેલવેમાં મુસાફરો માટે સુરક્ષા સરકારની પ્રાથમિકતા રહ્શે.
- રેલવે માટે 1,31,000 કરોડ રૂપિયાની કુલ મૂડી અને વિકસ સંબંધી ખર્ચ
- SMSથી ક્લીન માય કોચ સર્વિસની સુવિદ્યા
- સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કેલેટર્સ લગાવવામાં આવશે. 300 સ્ટેશનથી શરૂઆત
- વર્ષ 2019 સુધી બધા રેલ કોચમાં બાયો ટોઈલેટ
- કૃષિ પ્રોડક્ટ્સ માલવહન માટે વિશેષ વ્યવસ્થા
- કેશલેસ, રિઝર્વેશન 58 ટકાથી વધીને 68 ટકા થઈ ગયુ છે.
- તટીય વિસ્તારોમાં 2 હજાર કિમી માર્ગની ઓળખ કરવામાં આવશે.
- રેલ કંપનીઓના શેર બજારમાં લિસ્ટ કરવામાં આવશે. IRCTC પણ લિસ્ટ કરવામાં આવશે.

સામાન્ય બજેટ સાથે જ રેલ બજેટ

આવુ પ્રથમવાર છે
જ્યારે રેલ બજેટને સામાન્ય બજેટ સાથે જ રજુ કરવામાં આવી રહ્યુ છે. આ પહેલા રેલ બજેટને સામાન્ય બજેટના એક દિવસ પહેલા રજુ કરવામાં આવતુ હતુ. સરકાર પહેલીવાર બજેટને એક મહિના જલ્દી રજુ કરી રહી છે. પહેલા બજેટ 28 ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવતુ હતુ પણ સરકાર હવે 1 ફેબ્રુઆરીના રોજ રજુ કરી રહી છે. સરકારનો તર્ક છે કે આનાથી બજેટની જોગવાઈઓને લાગૂ કરવા માટે સમય મળશે.


આ પણ વાંચો :