બજેટ 2017 - ખાંડ થશે કડવી ! 4500 રૂપિયાની સબસીડી થઈ શકે છે ખતમ

Last Modified શુક્રવાર, 27 જાન્યુઆરી 2017 (15:27 IST)
ખાંડ જલ્દી જ સામાન્ય માણસના ખિસ્સા પરનો બોઝ વધારી શકે છે. સમાચાર મુજબ ટૂંક સમયમા જ રાશનની દુકાનમાં મળનારી ખાંડ પરથી સબસીડી હટાવી શકે છે સૂત્રો મુજબ નાણાકીય મંત્રી અરુણ જેટલી આ વખતના બજેટમાં આની જાહેરાત પણ કરી શકે છે. તાજેતરમાં રાશનની દુકાનોને મળનારી ખાંડ પર 18.50 રૂપિયા પ્રતિ કિલો સબસીડી મળે છે.
તેનાથી ખાંડના ભાવ અચાનક ચોક્કસ ઉછળશે એવુ માનવામાં આવી રહ્યુ છે.

આવુ કેમ કરી રહી છે સરકાર

ઉલ્લેખનીય છે કે ખાંડ પર હાલ લગભગ 4500 કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી રહી છે. કેન્દ્રનુ માનવુ છે કે નવા ખાદ્ય સુરક્ષા કાયદામાં ગરીબી રેખાથી નીચે (બીપીએલ)પરિવારો માટે કોઈ પ્રકારની સીમા નથી રાખવામાં આવી. એવામાં આશંકા છે કે રાજ્ય સરકાર સસ્તી ખાંડનો ક્યાક બીજે પણ ઉપયોગ કરી શકે છે.
હાલ યોજના હેઠળ 40 કરોડ બીપીએલ પરિવારનુ લક્ષ્ય મુકવામાં આવ્યુ છે.
સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠ્ળ વાર્ષિક 27 લાખ ટન ખાંડની જરૂર હોય છે.

હાલ રાજ્ય સરકારો રાશનની દુકાન પરથી ખાંડની સરકાર નિયંત્રિત મૂલ્ય પર આપૂર્તિ કરવા માટે ખુલ્લા બજારમાંથી જથ્થાબંધ ભાવ પર ખાંડ ખરીદે છે અને પછી તેને 13.50 રૂપિયા કિલોના સસ્તા ભાવ પર વેચે છે.
બીજી બ આજુ રાજ્યોને આ માટે કેન્દ્ર સરકાર તરફથી 18.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર સબસીડી આપવામાં આવે છે. સૂત્રો મુજબ નાણાકીય મંત્રાલય પાસેથી એવા સંકેટ મળી રહ્ય અછે કે વર્તમન સબસીડી યોજનાને આગામી નાણાકીય વર્ષથી બંધ કરવામાં આવી શકે છે.


આ પણ વાંચો :