રવિવાર, 2 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. બજેટ 2025
Written By
Last Modified: ગુરુવાર, 30 જાન્યુઆરી 2025 (17:27 IST)

Budget 2025 Expectations: બજેટમાં Petrol અને Diesel ની ઘટી શકે છે કિમંત, જાણો શુ શુ જાહેરાતો થઈ શકે છે

petrol bunk - riders
Budget 2025 Expectations: બજેટ 1 ફેબ્રુઆરીના રોજ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણનુ આ સતત 8મુ બજેટ છે. જેમા અનેક મોટી જાહેરાતો થઈ શકે છે.  અમે આ જાહેરાતોના ત્રણ આધાર પર પસંદ કર્યા છે. લોકોની જરૂર, ભાજપા ઢંઢેરો, સરકાર અને મીડિયા રિપોર્ટ 
 
આ બજેટમાં કરી શકાય છે મોટી જાહેરાતો  (Budget 2025 Expectations)
 
સસ્તુ મોંઘુ - પેટ્રોલ-ડીઝલની કિમંતો ઘટી શકે છે 
 
એક્સાઈઝ ડ્યુટીમાં કપાતથી પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં કમી આવી શકે છે. હાલ પેટ્રોલ પર 19.90 રૂપિયા અને ડીઝલ પર 15.80 રૂપિયા ડ્યુટી લાગે છે.  
 
કંઝ્યુમર ઈલેક્ટ્રૉનિક્સ સાથે જોડાયેલા પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી શકાય છે. હાલ તેના પર 20% ડ્યુટી લાગે છે. તેનાથી મોબાઈલ જેવી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. 
 
સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી શકાય છે. હાલ તેના પર 6% ડ્યુટી લાગે છે.  તેનાથી સોના-ચાદીની કિમંતોમાં તેજી આવી શકે છે. 
 
આ જાહેરાતોના 3 કારણ(Budget 2025 Expectations)
ભારતીય ઉદ્યોગ સંઘ (CII) એ સરકારને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની ભલામણ કરી છે. CII એક ઉદ્યોગ સંગઠન છે.
 
ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત ભાગો પર આયાત ડ્યુટી ઘટાડવાથી સ્થાનિક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. આનાથી તેમને પ્રોત્સાહન મળશે. સરકાર મેક ઇન ઇન્ડિયા હેઠળ આવી છૂટ આપી રહી છે.
 
અગાઉના બજેટમાં સરકારે સોના પરની આયાત ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરી હતી. આ પછી તરત જ, ઓગસ્ટ 2024 માં, સોનાની વાર્ષિક આયાત 104% વધીને 87 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ. હવે સરકાર આયાત ઘટાડવા માંગે છે જેથી વેપાર ખાધ ઓછી થઈ શકે.