ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: બુધવાર, 23 જૂન 2021 (16:25 IST)

માનસૂનમાં બાળકને બીમાર થતુ બચાવવા રાખવી આ 5 સાવધાનીઓ

માનસૂનમાં બાળકોને રોગો જલ્દી ચપેટમાં લે છે. તેથી આ મૌસમમા બાળકોના ખાન-પાનનો ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે. આવો જાણીએ માનસૂનમાં બાળકોને બીમાર થવાથી બચાવવા માટે આ 5 સાવધાનીઓ 

1. ભોજન 
વરસાદના મૌસમમાં ભોજન ખૂબ જલ્દી ખરાબ થઈ જાય છે. થોડા જ કલાકોમાં તેમાં બેક્ટીરિયા થવા લાગે છે. બાળકોની ઈમ્યુનિટી મોટા કરતા ખૂબ ઓછી હોય છે. તેથી તમે કોશિશ કરવુ કે બાળકોને તરત બનાવેલ ગર્મ ભોજન ખવડાવવું. 

2. પાણી 

આ મૌસમમાં બાળકોને ખાસ રૂપે ફિલ્ટર કરેલ કે ઉકાળેલુ પાણી જ પીવડાવવા. 

3. મચ્છરોથી બચાવો 

વરસાદના મૌસમમાં મચ્છરોના મૌસમ પણ હોય છે. આ મૌસમમાં મચ્છર સૌથી વધારે થાય છે અને મલેરિયા ડેંગૂ, ચિકનગુનિયા જેવા રોગો ફેલાવે છે. તમે તમારા બાળકને મચ્છરથી બચાવવા માટે તેને કપડા અને ગુડનાઈટ ફેબ્રિક રોલ -ઑનના ચાર ટીંપા છાંટી દો. આવુ કરવાથી મચ્છર તમારા બાળકની પાસે નહી આવશે. 

4. રેનકોટ અને છાતા સાથે રાખવું 

વરસાદના મૌસમમાં જ્યારે પણ તમે નાના બાળકોની સાથે બહાર જાઓ તો રેનકોટ કે છાતા જરૂર સાથે રાખવું. વરસાદ ક્યારે પણ આવી શકે છે, બાળક થોડો પણ ભીનો થઈ જાય તો ખૂબ જલ્દી બીમાર પઈ જાય છે. 

5. કેટલીજ દવાઓ હમેશા સાથે રાખવી 

બાળકોને આ મૌસમમાં તાવ આવવું , શરદી-ખાંસી અને ઝાડા થવા સામાન્ય રોગો છે. આ રોગો માટે પહેલાથી જ કેટલીક દવાઓ તમારી સાથે જરૂર રાખવી.