1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Updated : શુક્રવાર, 4 જૂન 2021 (15:05 IST)

Delivery પછી ચિંતામુક્ત થઈ કોરોના વેકસીન લગાવી શકો છો ડાક્ટરોએ મંજૂરી આપી

વેક્સીનેશનનીની શરૂઆતમાં, પ્રેગ્નેંટ અને અને નવી માતાને રસી ન લેવાની સલાહ આપવામાં આવી હતી. જો કે, તાજેતરમાં હેલ્થકેર નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે મહિલા ડિલિવરી પછી ક્યારેય પણ કોરોના વેક્સીન લગાવી શકે છે જણાવીએ કે આરોગ્ય મંત્રાલય અને સરકારે તાજેતરમાં જ સ્તનપાન કરાવતી માતાઓ માટે રસીકરણને મંજૂરી આપી હતી. જો કે, પણ ગર્ભવતી મહીલાઓને રસીકરણની મંજૂરી નથી મળી છે. પ્રેગ્નેંટ મહિલાને કોરોના વેક્સીન લગાવતા પર અત્યારે ચર્ચા અને શોધ ચાલૂ છે. 
 
બાળકને જન્મ આપ્યા પછી ક્યારે લગાવવો વેક્સીન 
એક્સપર્ટ મુજબ પ્રેગ્નેંટ મહીલાઓ ડિલીવર પછી કોઈ પણ સમયે ઈંજેક્શન લગાવી શકે છે. કોરોનાની બીજી લહેરમાં ગર્ભવતી અને બ્રેસ્ટફીડિંગ કરાવતી મહિલાઓ પર સૌથી વધારે ખતરો છે કારણ કે તેમનો ઈમ્યુન સિસ્ટમ નબળું હોય છે. તેથી એવી મહિલાઓના રસીકરણ પર દબાણ અપાઈ રહ્યુ છે. જેથી તેને સંક્રમણથી બચાવી શકાય. પણ ભારતમાં ગર્ભવતી મહિલાઓના રસીકરણ પર અત્યારે વિચાર-વિમર્શ કરાઈ 
રહ્યુ છે. 

જો પ્રેગ્નેંસીમાં થઈ જાય કોરોના તો શું લગાવી શકો છો વેકસીન 
કોરોના સંક્રમિત થવાનો અર્થ છે કે પ્રસવ (ડિલીવરી) ઑપરેશનથી થશે પણ સંક્રમણના કારણે સમયથી પહેલા ડિલીવરી અને ઑપરેશનના ચાંસેજ વધી જાય છે. તેમજ જો કોઈ મહિલા સંક્રમણ પછી સાજા થઈ ગઈ 
 
છે તો તેને સંક્રમણથી સાજા થયાના 3 મહીના પછી રસીકરણ કરાવવો જોઈએ. 
 
શું વેકસીન પછી કરાવી શકો છો બ્રેસ્ટફીડિંગ 
આવી ખબર ફેલાઈ રહે છે કે રસીકરણ પછી એક કલાક માટે પણ સ્તનપાન રોકાવવા જોઈએ. જ્યારે આ ખોટુ છે. એક્સપર્ટ કહે છે કે રસી લગાવ્યા પછી મહિલાઓ ચિંતામુક્ત થઈ બાળકને સ્તનપાન કરાવી શકે છે. સ્તનપાન નહી રોકવુ જોઈએ. ગાઈડલાઈંસમાં સાફ કરી દીધુ છે કે વેક્સીનથી મહિલાના બાળક પર કોઈ દુષ્પ્રભાવ નથી થશે. 
 
શું કોઈ સાવધાની રાખવી જોઈએ 
વિશેષજ્ઞોનો કહેવુ છે કે ડિલીવરી પછી રસીકરણમાં મોડુંના કોઈ કારણ નથી અને ન જ સ્તનપાન કરાવતી મહિલાને કોઈ સાવધાની રાખવી પડશે. પણ માસ્ક લગાવવો, હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટેંસિંગ જેવા નિયમોને નથી ભૂલવું. FIGO, US માં CDC અને WHOની ગાઈડલાઈંસના મુજબ વેક્સીનથી બનતી એંટીબૉડી દૂધથી બાળક સુધી પહોંચી જાય છે જે તેમના માટે ફાયદાકારી છે. 
 
પીરિયડસમાં પણ હોઈ શકે છે રસીકરણ 
મહિલા રોગ વિશેષજ્ઞ મુજબ પીરિયડસના સમયે વેક્સીન લગાવી શકાય છે. પણ જો તમે બર્થ કંટ્રોલ પિલ્સ કે પ્રેગ્નેંસી પ્લાન કરી રહી છો તો રસી લગાવવાથી બચવું.