અપરાધીને ક્ષમા કરો- પતરસે પુછ્યું - હે પ્રભુ, જો મારો ભાઈ અપરાધ કરે છે તો હું તેને કેટલી વખત ક્ષમા કરૂ? શું તેને સાત વખત સુધી ક્ષમા કરી શકુ છુ? પ્રભુ ઈસુ બોલ્યા- સાત વખત જ કેમ? સાત વખતના સીત્તેર ગુણ્યા કર એટલી વખત તુ તેને ક્ષમા કરી શકે છે. પ્રભુ તને ક્ષમા કરશે- જો તમારા મનમાં કોઈ પણ માટે કોઈ વિરોધ હોય તો તેને ક્ષમા કરી દો, એટલા માટે કે સ્વર્ગમાં રહેનાર તમારા પિતા પણ તમારા અપરાધને ક્ષમા કરી દે છે. જો ક્ષમા ઈચ્છતાં હોય તો ક્ષમા કરો- અરે નાલાયક ગુલામ! મે તારો ઉધાર, તને ક્ષમા કરી દિધો, કેમકે તે તેને માટે મારી પાસે પ્રાર્થના કરી હતી, પરંતુ તુ બીજા ગુલામોને તેવી જ રીતે કેમ ક્ષમા નથી કરી દેતો? મારી પાસેથી જો ક્ષમા ઈચ્છતો હોય તો તેને ક્ષમા કર.