બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. ખ્રિસ્તી
  3. ખ્રિસ્તી ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 9 એપ્રિલ 2023 (10:09 IST)

Easter Day- ઈસ્ટર ડે અર્થાત ગૂડ ફ્રાઈડેની ઉજવણી

Easter Sunday
"ઈસ્ટર સન્ડે" ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની(મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે
 
ખ્રિસ્તીઓ ''ઇસ્ટર"ના દિવસે શું ઉજવે છે ? - 
"ઈસ્ટર સન્ડે" ના દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની (મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે. શાસ્ત્રોક્ત રીતે ખ્રિસ્તીઓ માને છે કે ભગવાન ઈશુ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ પછી પુર્નિજવિત થયા. ઈસ્ટર સીઝનના એક ભાગરૂપે ભગવાન ઈશુના વધસ્તંભ પર મૃત્યુ પામવાની ઘટનાને ''ઇસ્ટર" પહેલાં આવતા "ગૂડ ફ્રાઈડે"ના દિવસે યાદ કરીને તાજી કરવામાં આવે છે. પોતાના મૃત્યુ, દફન અને પુનરુત્થાન દ્વારા ભગવાન ઈસુએ તમામ પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું અને એ રીતે તેઓએ પોતામાં વિશ્વાસ ધરાવતા પોતાના તમામ અનુયાયીઓને પોતાના સ્વરૂપમાં શાશ્વત જીવન બક્ષ્યું.
 
વેસ્ટર્ન ક્રિશ્ચિયાનિટીમાં ''ઇસ્ટર"ને ‘લેન્ટ’ નામે ઓળખાતા 40 દિવસના સમયગાળાની સમાપ્તિનું પ્રતીક ગણવામાં આવે છે. આ 40 દિવસો દરમ્યાન ખ્રિસ્તી ભાવુકો ''ઇસ્ટર"ની પૂર્વતૈયારી રૂપે વ્રત, જપ, ઉપવાસ, વગેરે કરવાની સાથે ચુસ્તપણે ધર્મનિયમોનું પાલન કરે છે. ‘લેન્ટ’ ‘એશ વેડનેસ ડે’ એ શરૂ થાય છે અને ઈસ્ટર સન્ડે એ પૂરો થાય છે.
 
ઈસ્ટર્ન ઓર્થોડોક્સ દેવળો "લેન્ટ" કે "ગ્રેટ લેન્ટ" "પામ સન્ડે" પૂર્વેના 40 દિવસો દરમિયાન મનાવે છે અને ''ઇસ્ટર"ના પવિત્ર અઠવાડિયા સુધી આ દિવસો દરમિયાન વ્રત, ઉપવાસ વગેરે કરે છે. ઈસ્ટર્ન ઓર્થોડોક્સ દેવળોમાં "લેન્ટ" સોમવારે શરૂ થાય છે. અને ‘એશ વેડનસડે’ મનાવવામાં આવતો નથી.
 
 ''ઇસ્ટર"નું ધીરે ધીરે કોર્મિશયલાઈઝેશન થવાના કારણે તેમ જ ઈસ્ટરમાં પાગન ઓરિજીન્સના કારણે (મૂર્તિ પૂજામાં માનતા હોય તેવા લોકો) ઘણાં દેવળોએ હવે તેને "પુનરુત્થાન દિવસ" તરીકે ઓળખાવાનું શરૂ કર્યું છે.
 
જુદી-જુદી ભાષાઓમાં "ગૂડ ફ્રાઈડે" -
ડચ શબ્દ ‘Goede Vrijday’ નો અક્ષરશઃ અર્થ "ગૂડ ફ્રાઈડે" એવો થાય છે. મોટાભાગના દેશોમાં તે "હોલી" કે "ગ્રેટ ફ્રાઈડે"ના નામે જાણીતો છે.
હોલી લેન્ડમાં તે "ગ્રેટ ફ્રાઈડે" ના નામે જાણીતો છે.