શનિવાર, 12 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Updated : શનિવાર, 14 જાન્યુઆરી 2023 (22:28 IST)

ચીનમાં કોરોનાને કારણે એક મહિનામાં 60 હજાર મોત ! ડ્રેગને પહેલીવાર રજુ કર્યો ડરામણો આંકડો

ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા એક મહિનામાં ચીનમાં કોરોનાને કારણે 60 હજાર લોકોના મોત થયા છે. દરમિયાન, ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે ડિસેમ્બરની શરૂઆતથી દેશમાં કોવિડ-19ને કારણે 59,938 લોકોના મોત થયા છે. અગાઉ, ચીને હંમેશા રોગચાળાને નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો હતો.
 
કોરોનાનાં આંકડા બતાવી રહ્યા છે વાયરસને કારણે પાયમાલી 
 
છેલ્લા એક મહિનામાં મૃત્યુનો આ આંકડો દર્શાવે છે કે ચીનમાં કોરોનાએ કેટલી તબાહી મચાવી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટીકા બાદ ચીને કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા બતાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બીજિંગ રોગચાળા સાથે સંબંધિત સંપૂર્ણ ડેટા જાહેર કરી રહ્યું નથી. આનાથી કોરોના રોગચાળાની પેટર્નને સમજવી મુશ્કેલ બની રહી છે. સેટેલાઇટ તસવીરોમાં ચીનના સ્મશાનગૃહોની સામે વાહનોની લાંબી લાઇનો પણ જોવા મળી હતી.
 
ચીનના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ  આપી આ માહિતી
ખરેખર, નવા વર્ષ પહેલા ચીનમાં આવેલા કોરોનાના ઓમિક્રોન સબ-વેરિઅન્ટે ચીનમાં હાહાકાર મચાવ્યો છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનના મેડિકલ એડમિનિસ્ટ્રેશન બ્યુરોના વડા જીયો યાહુઈએ એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે ચીનમાં છેલ્લા એક મહિનામાં 60,000થી વધુ લોકોના મોત કોરોના સંબંધિત બીમારીઓને કારણે થયા છે.
 
ચીને ઝીરો પોલિસી હટાવ્યા બાદ પ્રથમ વખત આંકડા જાહેર કર્યા
ચીન તરફથી કોવિડ બુલેટિન જારી ન કરવા પર દુનિયાભરમાંથી ઉઠી રહેલા સવાલો વચ્ચે ચીને કોવિડ ઝીરો પોલિસી હટાવ્યા બાદ પ્રથમ વખત બુલેટિન બહાર પાડ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જીયો યાહુઈએ કહ્યું કે 8 ડિસેમ્બર 2022 થી 12 જાન્યુઆરી 2023 વચ્ચે, કોવિડ-સંબંધિત રોગોને કારણે ચીનમાં કુલ 59,938 લોકોનાં મોત થયાં.