1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ઓમિક્રોન વાયરસ
Written By
Last Modified: સોમવાર, 20 ડિસેમ્બર 2021 (07:16 IST)

રાજ્યમાં કોરોનાના વધી રહ્યા છે કેસ, સાવધાની રાખો નહી તો ...આજે નવા વેરિયન્ટના કુલ 13 કેસ

દેશમાં ઓમિક્રોન વેરીયંટના કુલ 155 કેસ

ગુજરાતમાં ઠંડીનું જોર વધવા સાથે કોરોના ઓમિક્રોન વેરીયંટ આગળ ધપી રહ્યો છે. આજે ગુજરાતના ચાર મહાનગર,અમદાવાદ,રાજકોટ,સુરત સાથે ગાંધીનગરમાં ઓમિક્રોન પોઝિટીવનાં કેસ નોંધાતા, નાગરિકોમાં ફફડાટ વ્યાપ્યો છે.રાજ્યમાં રવિવારે 6 નવા કેસ નોંધાયા, જેમાં ગાંધીનગરમાં 1, સુરત-રાજકોટમાં 1-1, અમદાવાદમાં ટાન્ઝાનિયાથી આવેલું 1 કપલ સહિત આણંદનો 1 યુવક સામેલ છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 155 દર્દી નોંધાયા, જેમાં દિલ્હીના 22 અને મહારાષ્ટ્રના 54 કેસ સામેલ છે.
 
અમદાવાદ એરપોર્ટ પર મૂળ લંડનથી દુબઈ થઈને આવેલા આણંદના 48 વર્ષના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. હાલમાં આ દર્દી સંપૂર્ણ પણે સ્વસ્થ છે. કોરોનાના નવા વેરિયન્ટને લઈને સતર્કતા દાખવવા નાગરિકોએ ખુદ પર ધ્યાન દેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.તો વધુ એક દંપતી રવિવારે મોડી સાંજે ઓમિક્રોન વેરીયંટથી સંક્રમિત જાહેર થયું છે.11 ડિસેમ્બરે  જ તાઝાનિયાથી આવેલા દંપતીમાં  ઓમિક્રોન પોઝિટિવ આવતા બંનેને સારવાર માટે SVPમાં દાખલ કરાયા છે આ ઉપરાંત બ્રિટન-દુબઈથી અમદાવાદ આવેલો તેમજ સિવિલ હોસ્પિટલમાં દાખલ આણંદનો 48 વર્ષીય પુરુષ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે.