રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 10 એપ્રિલ 2020 (09:16 IST)

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 64૦૦ ને પાર, છેલ્લા 12 કલાકમાં કોરોનાથી રેકોર્ડ 30 મૃત્યુ નોંધાયા છે, 547 નવા દર્દીઓ

છેલ્લા 12 કલાકમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને છેલ્લા 12 કલાકમાં કોરોનાના નવા 547 કેસ નોંધાયા બાદ કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 6412  પર પહોંચી ગઈ છે. કોવિડ -19 મહમારીને કારણે છેલ્લા 12 કલાકમાં 30 લોકોનુ મોત થયુ છે. જેના કારણે મરનારાઓનીએ સંખ્યા 199 પર પહોંચી ગઈ છે. 
 
 આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, કોરોના વાયરસના કુલ 6412 કેસોમાંથી 5709 સક્રિય કેસ છે. આ ઉપરાંત, 503 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સવારે 8 વાગ્યા સુધી આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં સૌથી વધુ  97ના મોત કોરોના વાયરસથી થયા છે.  અહી આ રોગચાળાના ભોગ બનેલા લોકોની સંખ્યા વધીને 1586 થઈ ગઈ છે. તો ચાલો જાણીએ કોરોના વાયરસની સ્થિતિ કયા રાજ્યમાં શુ છે
 
મહારાષ્ટ્ર: દેશમાં સૌથી વધુ કોરોનાનો માર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ 1586 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાના આ કુલ કેસોમાંથી 1364 કેસ સક્રિય છે અને 125 લોકો સંપૂર્ણ રીતે સાજા થયા છે  જો કે, આ રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ 97 લોકો પોતાનો જીવ ગુમાવી બેસ્યા છે. 
તમિલનાડુ: અહીં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યા છે. આ રાજ્યમાં કોરોના વાયરસના 863 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી 834 કેસ સક્રિય છે. અહીં આ રોગચાળાને કારણે 8 લોકોનાં મોત પણ થયાં છે અને 21 સંપૂર્ણપણે સાજા થયા છે. 
 
દિલ્હી: દિલ્હીમાં કોરોના ઇન્ફેક્શનની ઘટનાઓ સતત વધી રહી છે. રાજધાનીમાં અત્યાર સુધી કોરોના વાયરસના 757 કેસ નોંધાયા છે. અહીં કોવિડ -19 રોગચાળાને કારણે 12 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 25 લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. 
 
કેરળ: કેરળમાં કોરોના વાયરસના સકારાત્મક કેસોની સંખ્યા 455 છે. તેમાંથી સક્રિય કેસની સંખ્યા 357 છે અને બે લોકોનાં મોત નીપજ્યાં છે અને 96 લોકો આ રોગથી સાજા થયા છે.
 
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 358 કેસ નોંધાયા છે, જેમાંથી 6 લોકોની સારવાર થઈ છે અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે કે 4 લોકોના મોત પણ થયા છે. 
 
અંડમાન-નિકોબાર: અત્યાર સુધી અહીં કોરોના વાયરસના 11 પોઝિટિવ કેસ નોંધાયા છે.
 
અરુણાચલ પ્રદેશ: અહીં અત્યાર સુધીમાં એક કેસ સામે આવ્યો છે. 
 
આસામ: આસામમાં કોરોના સંક્રમણના 29 કેસ નોંધાયા છે.
 
બિહાર: બિહારમાં અત્યાર સુધી કોરોના વાયરસના 40 કેસ નોંધાયા છે. જોકે, બિહારમાં કોરોના વાયરસના કારણે એકનું મોત પણ નીપજ્યું છે.
 
ચંડીગઢ.: કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢમાં કોરોના વાયરસ સંક્રમણના 25 કેસ નોંધાયા છે. 
 
છત્તીસગઢ : છત્તીસગઢમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 19 કેસ નોંધાયા છે, જેમાંથી 9 લોકો સાજા થયા છે. 
 
ગોવા: ગોવામાં કોરોના વાયરસના કારણે ફેલાયેલા સંક્રમણના 7 પોઝિટિવ કેસ નોધાયા છે.