શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (11:16 IST)

ગુજરાતમાં વાહનના પસંદગીના નંબરની ફીમાં 63 ટકા વધવાની શક્યતા

ગુજરાતમાં વાહનના પસંદગીના નંબરની ફીમાં ધરખમ વધારો થવાની અટકળો વહેંતી થઈ છે. ગોલ્ડન, સિલ્વર અને અન્ય કેટેગરીના પસંદગીના નંબરો મેળવવામાં અંદાજે રૂ.1500 થી 15 હજાર રૂપિયા જેટલો વધારો થઈ શકે છે. રાજ્યના પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા અલાયદા ડ્રાફટ નોટિફિકેશન તૈયાર કરી ગત મહિને જ રાજ્યપાલને મોકલ્યું હોવાનું ચર્ચાઈ રહયું છે.

છેલ્લાં કેટલાક વર્ષોથી ટ્રાન્સપોર્ટ વિભાગે પસંદગીના નંબરો માટે ગોલ્ડન, સિલ્વર અને અન્ય કેટેગરી દીઠ ચોક્કસ ભાવ નિયત કરવામાં આવ્યાં છે. સંબંધીત કેટેગરીમાં પસંદગીના નંબરોનું આરટીઓ કચેરી દ્વારા ઓક્શન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં ગોલ્ડન નંબરની કેટેગરીમાં ટુ વ્હીલર માટે નિયત ફી રૂ. 5 હજાર અને ફોર વ્હીલર માટે 25 હજાર ફી છે. આ કેટેગરીમાં ટુ વ્હીલરની ફી વધારાઈ 8 હજાર અને ફોર વ્હીલરની વધારી 40 હજાર રૂપિયા થાય તેવી શક્યતાઓ છે. આ પ્રકારે સિલ્વર કેટેગરીમાં ટુ વ્હીલરની ફીમાં 1500 અને ફોર વ્હીલરની ફીમાં 10 હજારનો વધારો થઈ શકે છે. અન્ય કેટેગરીના નંબરોની ફી પણ એક હજાર રૂપિયા અને 3 હજાર રૂપિયા વધે તેવી વકી છે.ગોલ્ડન નંબરોની કેટેગરીમાં સંભવીત અને વર્તમાન ચાર્જિસની સરખામણીમાં 63 ટકા ભાવ વધારો થઈ શકે છે. તેવી રીતે સિલ્વર ટુ વ્હીલર માટે 57.14 ટકા તથા ફોર વ્હીલર માટે 66.66 ટકા જ્યારે અન્ય કેટેગરીમાં ટુ વ્હીલરમાં 5 ટકા તથા ફોર વ્હીલરના ભાવમાં 62.5 ટકા ભાવ વધારાની સંભાવના છે.