શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (10:37 IST)

રાજકોટમાં CAનો અભ્યાસ કરતી અને 6 મહિનાથી એક રૂમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મોત,ઘરમાંથી યુરિન ભરેલા ટબ મળ્યા

રાજકોટના સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમે શહેરના સાધુ વાસવાણી રોડ પર એક ઘરના રૂમમાં છેલ્લા 6 મહિનાથી પુરાયેલી યુવતીને છોડાવી સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે યુવતીનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવતીની આ હાલત પાછળ માતા-પિતા અને પરિવાર શંકાના દાયરામાં છે. ત્યારે સવાલ એ છે કે આ યુવતીના મોત મામલે જવાબદાર કોણ? કારણ કે ગઈકાલે અલ્પા પટેલે કીધું હતું કે પોલીસ ગુનો દાખલ કરે હું ફરિયાદી બનવા તૈયાર છું.

યુવતીને છેલ્લા 6 મહિનાથી ઘરમાં પુરી રાખવામાં આવી હતી. જેની જાણ જલ્પા પટેલને થતાં યુવતીને છોડાવી હતી અને સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહત્વનું છે કે ઘરના રૂમમાં યુરિન ભરેલી કોથળીઓ પણ મળી આવી હતી. 25 વર્ષીય અલ્પા સેંજપાલ C.A.નો અભ્યાસ કરતી હતી. પરંતુ છ મહિનાથી એક જ રૂમમાં પુરાઇ હતી. છેલ્લા આઠ દિવસથી ખાધુ-પીધું ન હોવાથી કોમમાં સરી પડેલી અને મોઢામાં ફીણ આવી ગયેલી હાલતમાં મળી આવી હતી. બાદમાં સાથી સેવા ગ્રુપે અલ્પાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવતી મળી આવી તે રૂમમાં આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ મળી આવ્યા હોવાથી અંધશ્રદ્ધાની શંકા પણ સેવાઇ રહી છે.આ ઘટનામાં યુવતીની માતા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, યુવતીની માતા શંકાસ્પદ છે. આ કેસમાં ફરિયાદી બનવા તૈયાર છું. જરૂર પડશે તો તેના માતા-પિતા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ પણ કરવા તૈયાર છીએ. છ મહિનાથી એક જ રૂમમાં પુરાયેલી હોવાથી તેને જમવાનું પણ પરિવાર ભાગ્યે જ આપતા હોવાનું આસપાસના લોકોમાંથી જાણવા મળ્યું હતું. તેમજ યુવતીને પરિવાર પાણી પણ આપતો નહોતો. છ માસથી એક જ રૂમમાં પુરાયેલી યુવતીની જાણ પાડોશીઓને થઇ હતી.

પાડાશીઓને યુવતીના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. આથી જલ્પાબેન અને તેની ટીમ પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી. પરંતુ પરિવાર તેને અંદર આવવા દેતો નહોતો. જલ્પાબેન અને પરિવારના સભ્યો સાથે લાંબી રકઝક થઇ હતી. બાદમાં અંદર આવવા દીધા હતા. રૂમમાં પહોંચતા જ સાથી સેવા ગ્રુપને મોઢામાંથી ફીણ નીકળી ગયેલી હાલતમાં યુવતી જોવા મળી હતી. તેમજ યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ જોવા મળ્યાં હતા. સાથી સેવા ગ્રુપે અલ્પાને મેડિકલ સારવાર આપવા માટે એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યુવતીની સારવાર માટે તેનો પરિવાર લોકો પાસેથી પૈસા ઉઘરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. અલ્પા છેલ્લા ત્રણ દિવસથી કોમાની હાલતમાં એક જ રૂમમાં પડી હતી. યુવતીની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ ભરેલા જોવા મળ્યાં હતા. પરિવાર યુરિનનો સ્ટોક રાખતો હોવાથી અંધશ્રદ્ધાની પણ ચર્ચા થઇ રહી છે. પરિવાર યુવતીને યુરિન પીવડાવતો હોવાનું જાણવા મળ્યું છે.