શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 3 જૂન 2020 (08:10 IST)

ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો કુલ આંક 17632 થયો

ગુજરાતમાં લૉકડાઉનમાં વધુ છુટછાટો આપવામાં આવી ત્યાર બાદ કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 2 જૂન સુધી ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો કુલ આંક 17632 સુધી પહોંચી ગયો હતો. તે ઉપરાંત સારા સમાચાર એ પણ છે કે રાજ્યમાં કુલ 11,894 લોકોએ કોરોના સામે જીત મેળવી છે એટલે કે સાજા થઈને પોતાના ઘરે પહોંચી ગયાં છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસ 12,773 અને મૃત્યુઆંક 888 થયો છે. જ્યારે 8,727દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. અમદાવાદ જિલ્લામાં વધુ 12 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સૌથી વધુ 6 કેસ ધોળકામાં નોંધાયા છે. જિલ્લામાં કુલ કેસની સંખ્યા 251 પર પહોંચી ગઈ છે. જ્યારે રાજ્યમાં કુલ 1,092 લોકોનાં કોરોના સંક્રમણથી મોત નિપજ્યાં છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો આંક વધીને 1118 ઉપર પહોંચી ગયો છે. સત્તાવાર મૃત્યુઆંક 45 ઉપર પહોંચ્યો છે. અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંક 667 ઉપર પહોંચી ગયો છે. સુરત શહેર અને જિલ્લાના કુલ મળીને 1824 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી જિલ્લાના 125 કેસ નોંધાયા છે. મૃત્યુઆંક 74 થયો છે જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે. કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 1208 થઈ છે. જેમાંથી જિલ્લાના 88 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંથ્યા 117 પર પહોંચી છે. જેમાં 84 કેસ શહેરના અને 33 કેસ ગ્રામ્યમાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં 84માંથી 76 લોકો સાજા થઇ ગયા છે અને હાલ 6 દર્દી સારવાર હેઠળ છે.