1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : રવિવાર, 26 જુલાઈ 2020 (17:29 IST)

Coronavirus-: તમિલનાડુમાં 38 બેંક કર્મીઓને કોરોના ચેપ લાગ્યો

દેશમાં છેલ્લા 24 કલાકમાં 48,661 નવા કેસ નોંધાયા છે અને 705 લોકોનાં મોત નીપજ્યાં છે.
દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 13,85,522 થઈ ગઈ છે.
અત્યાર સુધીમાં 32,063 લોકો મૃત્યુ પામ્યા છે.
તેલંગાણામાં 1593 નવા કેસ નોંધાયા છે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 50 હજારને વટાવી ગઈ છે.
શિવરાજે ટ્વીટ કરીને રાજ્યની જનતાને 'હું ઠીક છું' એમ કહીને કોરોના વિશે જાગૃત રહેવાની અપીલ કરી છે.
 
તમિલનાડુમાં 38 બેંક કર્મીને કોરોના ચેપ લાગ્યો
તમિળનાડુના તિરુચિરહલ્લીમાં અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકની મુખ્ય શાખાના ઓછામાં ઓછા 38 કર્મચારીઓને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. બેંક અને સ્થાનિક મ્યુનિસિપલ બૉડીના અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બેંકમાં આવેલા ગ્રાહકોને પણ સ્વેચ્છાએ કોરોના વાયરસની તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે.