મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : શનિવાર, 2 મે 2020 (10:01 IST)

કેવી રીતે લાગશે કોરોના પર લગામ ? દેશમં 24 કલાકમાં કોવિડ-19ના 2293 નવા દર્દી અને 71 મોત, જાણો ટૉપ 10 રાજ્યોના હાલ

તમામ સરકારી પ્રયાસો અને લૉકડાઉન પછી પણ કોરોના વાયરસના મામલામાં ભારતમાં કમી જોવા નથી મળી રહી. દેશમાં કોરોના વાયરસનુ સંક્રમણ સતત ઝડપથી ફેલાય રહ્યુ છે અને દર્દીઓની સંખ્યા 37 હજાર પાર કરી ગઈ છે.  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ 2293 નવા કેસ સામે આવ્યા છે. 71 લોકોના મોત થઈ ગયા છે.  શનિવારે રજુ સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશભરમાં કોરોના વાયરસના મામલા વધીને 37336 થઈ ગયા છે અને કોવિડ-19થી અત્યાર સુધી 1218 લોકોના મોત થઈ ચુક્યા છે. કોરોનાના ક ઉજ્લ 37336 કેસોમાં 26167 એક્ટિવ કેસ છે. બીજી બાજુ 9951 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી  ચુકી છે. કોરોના વાયરસથી અત્યાર સુધી સૌથી વધુ 485 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા. અહી હવે આ સંક્રમણથી પીડિતોની સંખ્યા 13870 થઈ ગઈ છે. તો ચાલ જાણીએ ટૉપ 10 રાજ્યમાં શુ છે કોરોના વાયરસની સ્થિતિ... 
 
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ 13870 પોઝિટિવ કેસ મળી આવ્યા છે
છે. કોરોનાના આ કુલ કેસોમાંથી 11506 કેસ સક્રિય છે અને 1879 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે.  આ રાજ્યમાં અત્યાર સુધી 485 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે.
 
દિલ્હી: દિલ્હીમાં પણ કોરોના ચેપ વધી રહ્યો છે. રાજધાનીમાં અત્યાર સુધીમાં 4966  કેસમાંથી  3738 કોરોના વાયરસના સક્રિય કેસ છે. કોવિડ -19 રોગચાળાને કારણે એકબાજુ 61 લોકોનાં મોત નીપજ્યાં છે તો બીજી બાજુ  1167 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે.
 
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના આંકડા સતત વધી રહ્યા છે. અહીં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 3388 થઈ છે. જેમાં 145 લોકોનાં મોત પણ થયાં છે. આ ઉપરાંત, 524 લોકો સાજા થયા છે.
 
ગુજરાત: મહારાષ્ટ્ર પછી ગુજરાત સૌથી વધુ પ્રભાવિત દેખાય રહ્યુ છે  ગુજરાતમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 5692 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાથી 236 લોકોનાં મોત નીપજ્યાં છે અને 735 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
 
તમિલનાડુ: તામિલનાડુમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા પણ વધીને 3866 થઈ ગઈ છે. તેમાંથી 2526 કેસ સક્રિય છે. અહી આ રોગચાળાને કારણે 28 લોકોના મોત થઈ ચુક્યા છે અને 1312 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે. 
 
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 1899 કેસ નોંધાયા છે, જેમાંથી 403 લોકોની સારવાર કરવામાં આવી છે અને હોસ્પિટલમાં
રજા આપવામાં આવી છે. અહીં 33 લોકોનાં મોત પણ થયાં છે. 
 
બિહાર: બિહારમાં અત્યાર સુધી કોરોના વાયરસના 572 કેસ નોંધાયા છે. જો કે, બિહારમાં કોરોના વાયરસને કારણે 3 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 98
લોકો સાજા થાય છે
 
ઉત્તર પ્રદેશ: યુપીમાં કોરોના વાયરસના 3024 કેસ નોંધાયા છે. જો કે આમાંથી 654 લોકો સંપૂર્ણ સ્વસ્થ થયા છે અને 42 લોકોનાં મોત નીપજ્યાં છે.
કરવામાં આવ્યું છે
 
રાજસ્થાન: અત્યાર સુધી અહીં કોરોના વાયરસના 3844 કેસ નોંધાયા છે. 62 લોકોના મોત થયા છે  જ્યારે 1116 લોકો સ્વસ્થ થયા છે
છે.
 
પશ્ચિમ બંગાળ: બંગાળમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 967 ચેપ લાગ્યાં છે, જેમાંથી 33 લોકોનાં મોત નીપજ્યાં છે. આ લોકોમાંથી 139 લોકો સાજા પણ થયા છે.