કોરોના સંક્રમિત માતાની અર્થીને ઉઠાવનારા 5 પુત્રોનુ પણ કોવિડ-19થી મોત, 15 દિવસમાં બરબાદ થયો પરિવાર
ભારતમાં કોરોનાનો ખતરો વધતો જઈ રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં સતર્ક રહેવુ ખૂબ જરૂરી છે. આવી બેદરકારી ઝારખંડના એક પરિવારે કરી. કોરોના સંક્રમિત માતાની અર્થીને ઉઠાવનારા પાંચ પુત્રોનો એક પછી એક મૃત્યુ થઈ ગયુ. 15 દિવસમાં જ આ પરિવારના છઠ્ઠા સભ્યનુ મોત થઈ ગયુ. મૃતક મહિલાના એક વધુ પુત્રની હાલત નાજુક બનેલ છે. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યોની પણ તબીયત ખરાબ બતાવાય રહી છે.
દેશમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ છે. ધનબાદમાં કતરાસના ચૌધરી પરિવારની સૌથી વડીલ મહિલા 27 જૂનના રોજ એક લગ્ન સમારંભમાં સામેલ થવા દિલ્હી ગઈ હતી. ત્યાથી પરત આવતા જ્યારે 90 વર્ષની વૃદ્ધ મહિલાની તબિયત બગડી તો હોસ્પિટલમાં જાણ થઈ કે તે કોરોના સંક્રમિત છે. સારવાર છતા પણ મહિલાને બચાવી શકાય નહી અને 4 જુલાઈના રઓજ તેનુ મૃત્યુ થઈ ગયુ. ત્યારબાદ બે પુત્રો સંક્રમિત જોવા મળ્યા અને સારવાર દરમિયાન તેમનુ પણ મૃત્યુ થઈ ગયુ. પછી મહિલાના બે વધુ પુત્ર બીમાર પડી ગયા. તેમણે પણ દમ તોડી દીધો.
ફક્ત 12 દિવસની અંદર આ પરિવારમાં કોરોના વાયરસથી પાંચ લોકોના મોત થઈ ચુક્યા હતા.
ત્યારબાદ પાંચમો પુત્ર જે ધનબાદના કોવિડ હોસ્પિટલમાં રેફર કર્યા પછી રિમ્સ રાંચીમાં દાખલ થયો હતો. તેણે પણ સોમવારે અંતિમ શ્વાસ લીધા. આ સાથે જ કોરોના વાયરસના સંક્રમણ થી એક વૃદ્ધ મહિલા અને તેના પાંચ પુત્રોનુ મોત થઈ ગયુ છે.
મળતી માહિતી મુજબ જે વૃદ્ધ મહિલાનુ સૌથી પહેલા મોત થયુ તે દિલ્હીમાં રહેતા પોતાના પૌત્રના લગ્નમાં ગઈ હતઈ. પરિવારની સૌથી મોટી ભૂલ એ થઈ કે કોરોનાથી મૃત્યુ બાદ ICMRના દિશા નિર્દેશોને બદલે સામાન્ય રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો જેનાથી બીજામાં પણ સંક્રમણ ફેલાય ગયુ.