શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 7 મે 2020 (12:44 IST)

ધોળકા પાસેની કેડીલા કંપનીના 21 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

કોરોના વાઇરસનો કહેર અમદાવાદ શહેર બાદ જિલ્લામાં પણ વધી રહ્યો છે. ધોળકા તાલુકાના ત્રાસદ ગામે આવેલી કેડીલા કંપનીના 21 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારે ત્રણ કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા તેમના સંપર્કથી આ તમામ કર્મચારીઓને કોરોના થયો હોવાની શક્યતા છે. બે દિવસ પહેલા કેડીલા કંપનીમાં ફરજ બજાવતાં 3 કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા 30 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં 21 લોકો પોઝિટિવ આવ્યા છે. ધોળકા તાલુકામાં પોઝિટિવ કેસની સંખ્યા 40 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી દસક્રોઈ તાલુકામાં સૌથી વધુ 40 કેસ હતા અને હવે ધોળકામાં પણ 40 કેસ નોંધાઈ ગયા છે. ધોળકાના ત્રાસદ ગામમાં કેસો આવતા તેને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અને બંધ કરવામાં આવશે. કર્મચારીઓમાં કોરોના પોઝિટિવના કેસ આવવા છતાં કેડીલા કંપની ચાલુ રાખવામાં આવી છે. જિલ્લામાં કુલ કેસોની સંખ્યા હવે 91 થઈ ગઈ છે.