બુધવાર, 12 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : રવિવાર, 27 જૂન 2021 (21:56 IST)

જાયડસ કેડિલા વેક્સીનનો ટ્રાયલ પૂરૂં, જુલાઈના અંત સુધી 12-18 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરૂ થઈ શકે છે

kids vaccination
કોરોના વાયરસની સામે યુદ્ધ માટે ભારતને શીઘ્ર જ એક બીજુ હથિયાર મળી શકે છે. કોવિડ વર્કિંગ ગ્રુપના અધ્યક્ષએ જણાવ્યુ કે જાયડસ કેડિલા વેક્સીનનો ટ્રાયલ આશરે પૂરૂં થઈ ગયુ છે. જુલાઈના અંત સુધી કે ઓગસ્ટમાં  12-18 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરૂ કરી શકે છે. 
 
ICMR એ એક સ્ટડીમાં જણાવ્યુ કે ત્રીજી લહેર મોડેથી આવવાની શકયતા છે. અમારી પાસે દેશમાં દરેક કોઈનો રસીકરણ કરવા માટે 6-8 મહીનાનો સમય અવધિ છે. તેણે કીધુ કે આવનારા દિવસોમાં અમારો લક્ષ્ય દરરોજ 1 કરોડ ખોરાક આપવાનો છે. 
 
કોરોના વાયરસના નવા સ્વરૂપ ડેલ્ટા પ્લસની 11 જૂનને ઓળખ થઈ. તાજેતરમાં તેને ચિંતાજનક સ્વરૂપના રૂપમાં વર્ગીકરણ કરાયુ છે. દેશના 12 રાજ્યોમાં ડેલ્ટા પ્લ્સના અત્યારે સુધી 51 કેસ આવી ગયા છે. આ સ્વરૂપથી સંક્રમણના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રથી આવ્યા છે.