શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (09:51 IST)

દુનિયાનો સૌથી ફાસ્ટ રનર ઉસેન બોલ્ટ કોરોના પોઝીટિવ, બર્થડે પાર્ટીમાં નહોતુ રાખ્યુ સોશિયલ ડિસ્ટેંસિંગ

વિશ્વના સૌથી ઝડપી દોડવીર અને  8 વખત રેકોર્ડ ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ યુસૈન બોલ્ટનો (Usain Bolt) કોવિડ 19  રિપોર્ટ પોઝીટીવ જોવા મળ્યો  છે. ગયા અઠવાડિયે, તેમણે તેમનો 34મો જન્મદિવસ ઉજવ્યો, જે દરમિયાન તેમણે સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોનું પાલન ન કર્યું અને માસ્ક પહેર્યા વિના પોતાના જન્મદિવસ પર પાર્ટી યોજી.
 
જમૈકાના આરોગ્ય મંત્રાલયે સોમવારે મોડી રાતે ચોખવટ કરી છે કે 100 મી અને 200 મી રેસમાં વર્લ્ડ રેકોર્ડ બનાવનાર દોડવીર કોરોના વાયરસની ચપેટમાં આવી ચુક્યો છે. 
 
આ પહેલા સોમવારે દોડવીર યુસૈને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે તેની કોરોના ટેસ્ટના રિપોર્ટની રાહ જોઇ રહ્યો છુ હું રિસ્પોંસિબલ બનવાનો પ્રયાસ કરી રહ્યો છું. જેથી હું ઘરની અંદર જ રહું છું અને બહાર કે મિત્રોને મળવાનું ટાળી રહ્યો છું. હજુ સુધી મને કોઈ લક્ષણો પણ નથી, જેને લીધે હું સેલ્ફ ક્વોરન્ટીન થઈ રહ્યો છું. અને હેલ્થ મિનિસ્ટ્રીના પ્રોટોકોલને આધારે આગળની ક્વોરન્ટિન પ્રક્રિયાનું પાલન કરીશ. બસ સુરક્ષિત રહેજો.