ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: ગુરુવાર, 23 એપ્રિલ 2020 (14:48 IST)

વડોદરામાં એક સાથે 45 દર્દીઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ

કોરોના વાઈરસની મહામારી વચ્ચે વડોદરા શહેર અને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પ્રથમવાર એક સાથે 45 દર્દીઓને રજા અપાતી હોય તેવી ઘટના વડોદરામાં બની છે. હોટસ્પોટ બનેલા નાગરવાડાના સહિત વડોદરાના 45 દર્દીઓને આજે એક સાથે રજા આપવામાં આવી છે. આ તમામને આજવા રોડ ખાતેની ઇબ્રાહિમ બાવની આઈટીઆઈ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી આ તમામનો ટેસ્ટ દિવસમાં બે વખત નેગેટિવ આવી રહ્યો હતો. આથી તેમને હવે રજા આપવાનું નક્કી કરાયું હતું. બરોડા મુસ્લિમ ડૉક્ટર્સ એસોસીએશન દ્વારા આ તમામનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓ પ્લાઝમા ડોનર્સ પણ બનશે અને આગામી દિવસોમાં જો જરૂર પડશે તો તેઓ લોકોની પણ મદદ કરશે.