શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 4 જૂન 2017 (11:47 IST)

આજે ભારત-પાકિસ્તાનના મેચ

રવિવારે લન્ચ પછીના તમામ કાર્યક્રમોને એક જ Event છે ભારત- પાકિસ્તાન વચ્ચેનો વન ડે મેચ! આ હાઇવોલ્ટેજ મેચથી બરાબર પહેલા એક એવા સમાચાર આવી રહ્યા છે કે જેમાં ભારત – પાકિસ્તાન ક્રિકેટ પ્રેમીઓને ઝટકો લાગી શકે છે. હવામાન વિભાગનાં અનુસાર ભારત અને પાકિસ્તાન મેચમાં વરસાદનું વિધ્ન આવી શકે છે.
http://gujarati.webdunia.com/cricket-score-card/3462.htm
 
ભારત અને પાકિસ્તાનની વચ્ચે યોજાનારી મેચનાં દિવસે સવારે અને બપોરે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડ સમય અનુસાર બપોરે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કેટલાક અન્ય હવામાન વિભાગની વેબસાઇટમાં 70 ટકા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે,
બંને દેશો વચ્ચે તીવ્ર તણાવ છતાં ક્રિકેટ જ બંને દેશોને જોડી રાખે તેવી કડી પણ ગણાય છે. આમ તો હજુ આ પ્રારંભિક મેચ છે. પરંતુ ક્રિકેટ ચાહકો આ મુકાબલાને ચેમ્પિયન ટ્રોફીના ફાઈનલથી કમ નથી માનતા!