1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 27 જાન્યુઆરી 2023 (09:13 IST)

મેહાના પ્રેમમાં ક્લિન બોલ્ડ થયો અક્ષર પટેલ, વડોદરામાં ધામધૂમથી કર્યા લગ્ન, જુઓ વીડિયો

rashifal
ટીમ ઈન્ડિયાના લેફ્ટ આર્મ સ્પિનર ​​અક્ષર પટેલે ગુરુવારે વડોદરામાં તેની મંગેતર મહા પટેલ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે કેએલ રાહુલ અને અક્ષર પટેલને અંગત કારણોસર રજા આપવામાં આવી હતી. ત્યારથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બંને ખેલાડીઓ આ રજામાં લગ્ન કરશે અને કંઈક આવું જ થયું.
Akshar Patel
અક્ષર પટેલની પત્નીનું નામ મેહા વડોદાર છે. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તેમજ તે ફોટો અને વિડિયો જોયા બાદ ફેન્સ પણ તેને જીવનની નવી ઇનિંગ શરૂ કરે તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા 23 જાન્યુઆરીએ વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી પણ લગ્નના બંધનમાં બંધાયા હતા.
 
અક્ષર પટેલ અને તેની ગર્લફ્રેન્ડ મેહાએ ગયા વર્ષે 20 જાન્યુઆરીએ સગાઈ કરી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અક્ષર પટેલે મેહાને તેના 28માં જન્મદિવસે પ્રપોઝ કર્યું હતું. ત્યારે જ બંનેએ એકબીજાને સગાઈની વીંટી પહેરાવી હતી.

 
અક્ષર પટેલની ભાવિ પત્ની મેહા વ્યવસાયે ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ફોટો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. તે જોવામાં ખૂબ જ સુંદર છે. આ સિવાય મેહા પટેલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
 
29 વર્ષીય અક્ષર તાજેતરના સમયમાં ભારતની મર્યાદિત ઓવરોની ટીમમાં મહત્ત્વનો ખેલાડી રહ્યો છે. તેણે લંકા સામેની T20I અને ODI શ્રેણીમાં 4 વિકેટ ઝડપી હતી, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે તેણે બેટ તેમજ બોલમાં સારું પ્રદર્શન કર્યું હતું અને જરૂર પડ્યે કેટલીક ઉપયોગી ઇનિંગ્સ રમી હતી.