સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (11:28 IST)

Axar Patel Engagement: અક્ષર પટેલે કરી સગાઈ, જનમદિવસ પર ગર્લફ્રેંડને પહેરાવી અંગુઠી, જુઓ PHOTO

ટીમ ઈન્ડિયાના બાપુ એટલે કે ઓલરાઉન્ડર અક્ષર પટેલે સગાઈ કરી લીધી છે. પોતાના જન્મદિવસને ખાસ બનાવીને તેણે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી લીધી. ભારતીય ક્રિકેટરે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને સગાઈની જાણકારી આપી હતી
 
 અક્ષર પટેલે  સોશિયલ મીડિયા પર સગાઈની તસવીરો શેર કરતાલખ્યું, “આ જીવનની નવી શરૂઆત છે, હંમેશા માટે અમે એક થયા, તને હંમેશ પ્રેમ કરતો રહીશ." 

 
અક્ષર પટેલે 20 જાન્યુઆરીના રોજ તેના 28મા જન્મદિવસની ઉજવણીની મજા બમણી કરી જ્યારે તેણે ગર્લફ્રેન્ડ મેહાને સગાઈની વીંટી પહેરાવી. આ ખાસ અવસર પર અક્ષર અને મેહાના પરિવારના સભ્યો ઉપરાંત કેટલાક નજીકના સંબંધીઓ પણ હાજર હતા
 
અક્ષરે પોતાના જન્મદિવસને ખાસ બનાવવા માટે પહેલાથી જ તૈયારી કરી લીધી હતી, તેનો અંદાજ તેમની બર્થડે પાર્ટીની તસવીરો પરથી લગાવી શકાય છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે જ્યારે અક્ષર તેની ગર્લફ્રેન્ડ મેહાને સગાઈની વીંટી પહેરાવી રહ્યો છે ત્યા તેની પાછળ 'મેરી મી'નું બોર્ડ પણ છે.
 
ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ ઈજાના કારણે હાલમાં ટીમ ઈન્ડિયાથી દૂર છે. આ જ કારણ છે કે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે પણ જઈ શક્યો ન હતો. ઈજાના કારણે તે શ્રીલંકા સામેની હોમ સિરીઝમાં પણ રમે તેવી શક્યતા ઓછી છે.
 
અક્ષરનું ગત વર્ષ શાનદાર રહ્યું હતું. તેણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને 3 ટેસ્ટમાં 27 વિકેટ લીધી હતી. આ પછી નવેમ્બર-ડિસેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામે કાનપુરથી મુંબઈ સુધી રમાયેલી હોમ ટેસ્ટ સિરીઝમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. કાનપુર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેણે 5 વિકેટ ઝડપી હતી. તો મુંબઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં તેણે અડધી સદી ફટકારી હતી.